ભુજ

કચ્છમાં બે આત્મહત્યાઃ યુવાન અને આધેડે અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું

ભુજઃ અંજાર તાલુકાના સતાપર ગામની સીમમાં એક હાઈ ટેંશન વીજ ટાવર ઉપર ચડી વિપુલ જેન્તી નાયકા (ઉ.વ.૨૦) નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર પ્રસરી છે.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સતાપરમાં રહેનાર વિપુલ નાયકા નામનો યુવાન અગમ્ય કારણોસર સીમાડામાં આવેલા વીજ ટાવર નંબર ૨૪૬ ઉપર ચડી ગયો હતો. થોડા સમય બાદ તેણે પહેરેલી લુંગી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

આપણ વાંચો: “730 જવાનોએ કરી આત્મહત્યા” ગૃહ મંત્રાલયે સંસદમાં રજૂ કર્યા ચોંકાવનારા આંકડા…

બીજી તરફ, ભુજ શહેરના પ્રમુખ સ્વામીનગર પાસે રહેતા કીર્તિ રતિ પટેલ (ઉ.વ.૪૫) નામના આધેડે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મુંદરા રિલોકેશન સાઈટ સ્થિત ભાટિયા સમાજવાડી સામે રહેતા હતભાગીએ ગત ગુરુવારે મોડી રાત્રે પોતાના ઘરે કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

નોંધઃ આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વસ્થતા માટે નિષ્ણાતોની સલાહ લઈ શકો છો.
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050

આપણ વાંચો: કન્નડની પ્રખ્યાત અભિનેત્રીએ કરી આત્મહત્યા; KGFમાં પણ હતી ભૂમિકા

વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com

TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button