મુંદરાના મોટા કાંડાગરા પાસેથી ૧.૯ કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલા અને પુરુષ ઝડપાયા
ભુજ: પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાની તદ્દન નજીક આવેલા સરહદી જિલ્લા કચ્છમાં પાછલા કેટલાક વર્ષોથી નશાખોરીનું દુષણ ચિંતાજનક રીતે વધવા પામ્યું છે તેવામાં મુંદરાના મોટા કાંડાગરા પાસેથી સ્થાનિક પોલીસે ટેમ્પો ટ્રેક્સ જીપમાંથી ૧.૯ કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલા અને પુરુષની ધરપકડ
આ અંગે મુંદરા વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ઠુંમરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સર્વેલન્સ સ્ટાફને મળેલી સંયુક્ત બાતમી આધારે ગાંધીધામથી માંડવી તરફ જતા માર્ગ પરના મોટા કાંડાગરા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
એ દરમ્યાન માંડવી તરફ જતી ટેમ્પો ટ્રેક્ષ જીપ (નં.જીજે-૦૩-એબી ૪૫૨૯)ને રોકાવી, તલાશી લેવાતાં ગાંજાના જથ્થા સાથે ગુંદાલાના અભુભખર ઉર્ફે અબ્બાસ સુલેમાન કુંભાર અને તેજબાઈ રામજી રૂપાણીની અટક કરવામાં આવી હતી.
આપણ વાંચો: વડોદરામાં 22 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે રીઢા ગુનેગારની ધરપકડ
આરોપીઓના કબ્જામાંથી રૂ.૧૮,૯૪૦નો ૧૮૯૪ ગ્રામ માદક પદાર્થ ઉપરાંત મોબાઈલ ફોન, વજન કાંટો, રેન્જીન બેગ, ટ્રેક્સ જીપકાર રોકડા સહિત ૨.૨૮ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
લિવઇન રિલેશનશિપમાં સાથે રહેનારા આરોપીઓ આ માદક પદાર્થને માંડવી કોઈને આપવા જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
બંને સામે મુંદરા પોલીસમા એનડીપીએસની એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું ઠુમરે ઉમેર્યું હતું.