કચ્છજી નાગણ -જેસલ જાડેજાની જેમ નામ કમાવવા નીકળેલી રિચા પોલીસ પાંજરે

કચ્છમાં એક જેસલ જાડેજા થયા બાદ હવે મહિલાઓને આધુનિક યુગની લેડી ડોન થવાના અભરખા જાગ્યા હોય તેમ અગાઉ એક નીતા ચૌધરી પોલીસ વિભાગમાં ફરજ બજાવતી અને ‘રિલ રાણી’તરીકે ઓળખાતી હતી.તેના કારનામાની શાહી સુકાઈ નથી ત્યાં જ કચ્છના અંજાર વિસ્તારની ‘સર ફિરી’ રિચા ગૌસ્વામી એ પોતાનો આતંક વિસ્તારયો છે. આ લૂખાગીરીમાં રિચા એકલી નથી પણ જાણે પારિવારિક ધંધો ચલાવતી હોય તેમ તેના ભાઈ-બહેન પણ માફિયાગીરીમાં સામેલ છે.
અંજાર વિસ્તારમાં નાણાં ધીરધારનો ગેરકાયદે વેપલો ચલાવી લોકોને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરવા સાથે મરવા સુધી મજબૂર કરવાની પોલીસ ફરિયાદો બાદ પણ સ્વચ્છંદી લેડી ડોન રિચા,બહેન આરતી અને ભાઈ તેજસને પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી ઝડપી લીધા છે.
ગેરકાયદે વ્યાજે નાણાં ધીરધાર ના કેસમાં કચ્છમાં સંભવિત આ પહેલો કેસ છે. ગુજસીટોકના ગુના હેઠળ વર્ષ 2015 બાદ અત્યારસુધી એટલે કે 9 વર્ષ દરમિયાન રાજયભરમાં ગણ્યા-ગાંઠયા અપરાધીઓ સામે જ આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: કચ્છમાં ન્યુમોનિયાથી 8 ના મોત; અમદાવાદમા ડેંગ્યુથી 3 બાળકી સુરતમાં 1 નું મોત
વ્યાજખોર-માફિયા સામે ગુજસીટોક
કચ્છના ઈતિહાસમાં પહેલીવાર એક જ પરિવારનાં સગાં ત્રણ ભાઈ-બહેન એકસાથે ગુજસીટોકના ગુનામાં પોલીસ પાજરે પુરાયા છે પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોકમાં અંદર કરી દીધેલાં વ્યાજ-માફિયામાં અંજારનાં મકલેશ્વરમાં રહેતી રિયા ઈશ્વરભાઈ ગોસ્વામી, તેની બહેન આરતી અને ભાઈ તેજસ ગોસ્વામીનો સમાવેશ થાય છે.
રિયા ગોસ્વામી વિરુદ્ધ 2020થી અત્યારસુધીમાં ગેરકાયદે નાણાં ધીરધાર, પઠાણી ઉઘરાણી, હુમલો કરવા સહિતની 8 ફરિયાદ દાખલ થયેલી છે, જે પૈકીની બે ફરિયાદ પઠાણી ઉઘરાણી કરીને ભોગ બનનારને મરવા મજબૂર કરવાની નોંધાઈ હતી. એ જ રીતે, તેની બહેન આરતી તથા ભાઈ તેજસ વિરુદ્ધ પણ વ્યાજખોરી, મારામારી, પઠાણી ઉઘરાણીના ચાર- ચાર ગુના નોંધાયેલા છે.