અબડાસાઆપણું ગુજરાતકચ્છટોપ ન્યૂઝ

થર થર કાંપે કચ્છ : અબડાસા 13 મોત;રાજ્ય સરકારે દોડાવી ટિમ;બે દિવસમાં આપો રિપોર્ટ…

કચ્છમાં વરસેલા આફતરૂપી ભારે વરસાદ બાદ પાણીજન્ય બીમારીઓ ચિંતાજનક રીતે માથું ઊંચકી રહી છે અને ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે તેવામાં લખપત તેમજ અબડાસાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત છૂટીછવાઈ વાંઢમાં દાયકાઓથી સ્થાયી થયેલા જત માલધારી પરિવારોના સભ્યોના કોઈ ભેદી બીમારીમાં સપડાઈને ટપોટપ મોત થવા લાગતાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો : કચ્છમાં ફરી લમ્પી વાયરસની દહેશત, માલધારીઓ ચિંતામાં મૂકાયા…

જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ ગત પાંચ દિવસમાં જ 12 લોકોના મૃત્યુ થયાં છે, જે પૈકી ચાર મૃત્યુ આજે નોંધાયાં છે. વધુ પાંચ લોકોને આજે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હોવાનું અને મૃતકોમાં પાંચ બાળકો અને ૬ યુવાન મૃતકોમાં ૯ પુરુષ અને ૪ સ્ત્રી દર્દી છે, જૈ પૈકી પાંચથી ૧૩ વર્ષની વયના ત્રણ છોકરાં અને બે છોકરી મળી પાંચ બાળકો, 18 થી44 વર્ષના 6 યુવાન દર્દીઓ અને એક ૫૦ વર્ષના દર્દીનો સમાવેશ થાય છે. ૧૨ મૃતકો પૈકી 8 દર્દીના ભુજની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં, એકનું દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તથા અન્ય ત્રણ લોકોના ઘરે મૃત્યુ નીપજ્યાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : આ તો પ્રેમ નથીઃ પ્રેમિકાની માતાનું કાસળ કાઢ્યું ને પછી પ્રેમીયુગલે પણ મોત વહોર્યું…

આરોગ્ય મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે આ મૃત્યુનું કારણ જાણવા રાજકોટ કોલેજ અને અદાણી ઈન્સ્ટીટ્યુટમાંથી નિષ્ણાતની ટીમ મોકલવામાં આવી છે અને આ ટીમ મૃત્યુ થવાના કારણો જાણી રાજ્ય સરકારને 2 દિવસમાં રિપોર્ટ સુપરત કરશે અને ત્યારબાદ સરકાર આ મુદ્દે કાર્યવાહી શરૂ કરશે. તમને જણાવી દઈએ કે લખપતમાં ભેદી બીમારીથી વધુ એકનું મોત થયું છે, આજે વધુ એક મહિલાનું આ રોગથી મોત થયું છે અને અત્યાર સુધીમાં કુલ 13 લોકોના મોત થયા છે. ત્યારે મોતને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને કચ્છમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો છે અને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : કચ્છમાં ફેલાયેલા અજાણ્યા રોગથી હાહાકાર, એક જ સમુદાયના 12ના જીવ ગયા, તંત્ર જાગ્યું

કચ્છ જિલ્લાના કલેકટરે જણાવ્યું કે લખપત તાલુકામાં ગંભીર બીમારીના કારણે મોત થઈ રહ્યા છે. કચ્છ કલેકટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે લખપત તાલુકાના ગામોમાં જત કોમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે, ત્યારે પરિવારજનોના ડેન્ગ્યુ, મલેરિયા, H1N1 સ્વાઈન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તેમજ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમ સર્વેલન્સ કરી રહી છે તો સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે તેમજ વધુ ચકાસણી માટે ત્યાં પહોંચી છે, સાથે સાથે મંગવાણા અને દયાપર પીએચસી સેન્ટરના ડોક્ટરોને પણ ઓપિડી ચેકઅપ માટે કાર્યરત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કચ્છમાં ન્યુમોનિયાથી 8 ના મોત; અમદાવાદમા ડેંગ્યુથી 3 બાળકી સુરતમાં 1 નું મોત

કચ્છના લખપતના બેખડા, સાંધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં ન્યુમોનિયાના કારણે શનિવાર સુધીમાં 12 જેટલા લોકોના મોત નોંધાયા હતા. ત્યારે મોતના વધતા આંકડા વચ્ચે આરોગ્ય તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું હતું. ઘટના પ્રકાશમાં આવતા પાન્ધ્રો જિલ્લા પંચાયતના સભ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને સમગ્ર પરિસ્થિતિ અંગે જાણકારી આપી અને પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે માગણી કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત