કીર્તિ પટેલને જેલમાં જ રહેવું પડશે! એક મહિનામાં બીજી વખત જામીન નામંજૂર થયા...
આપણું ગુજરાત

કીર્તિ પટેલને જેલમાં જ રહેવું પડશે! એક મહિનામાં બીજી વખત જામીન નામંજૂર થયા…

અમદાવાદઃ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની બિલ્ડર પાસેથી 30 લાખની ખંડણી માંગવાના કેસમાં ગત 17 જૂન, 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલની અગાઉ પણ બે વાર ધરપકડ કરવામાં આવી હતી. જોકે ત્યારે તે સરળતાથી જામીન પર છૂટીને બહાર આવી ગઈ હતી. પરંતુ હવે કીર્તિ પટેલ સામે 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને હાલ તે જેલમાં છે. કીર્તિ પટેલે છેલ્લા એક મહિનામાં બે વખત જામીન માટે અરજી કરી છે. મહત્વની વાત એ છે કે, તે બંને અરજી કોર્ટે નામંજૂર કરી હતી.

અગાઉ પણ બે વાર કીર્તિ ધરપકડ કરવામાં આવી
મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલા જ ખંડણી પ્રકરણમાં વરાછા પોલીસે કીર્તિની ધરપકડ કરીને જેલમાં મોકલી આપી હતી. જેમાં તેણીએ કરેલી જામીન અરજી નામંજૂર થઈ હતી. ત્યારબાદ 13 જુલાઈએ કીર્તિએ વકીલ મારફતે બિનજામીનપાત્ર વોરંટના કેસમાં પણ હાજર થઇને આ વોરંટ રદ્દ કરાવવા સાથે જામીન માંગ્યા હતા. આરોપી પોતાનું સરનામુ બદલાવતી રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવી સરકારી વકીલ ભરતસિંહ ચાવડાએ ધારદાર દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી કીર્તિ પટેલના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

કીર્તિ પટેલે બિલ્ડર પાસે માંગી હતી 30 લાખની ખંડણી
કીર્તિ પટેલના કેસની વાત કરવામાં આવે તો, સુરતના કાપોદ્રામાં રહેતા 65 વર્ષીય બિલ્ડરના ઉમરા-વેલંજાના પ્રોજેક્ટમાં વિજય મનજી સવાણીએ 2015-16માં એક મકાન બુક કરાવ્યું હતું અને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે બાદમાં તે કેન્સલ કરી સાત લાખની માંગણી કરી હતી. કોરોનાને કારણે નાણાં નહીં આપી શકેલા વજુ કાત્રોડીયા નામના બિલ્ડરની સોશિયલ મીડિયામાં ગાળો ભાંડી બદનામી કરી 30 લાખની ખંડણી માંગતાં હતી. જેથી તેમણે વિજય સવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે આ કેસમાં વિજય પટેલનું ઉપરાણું લઈ કીર્તિ પટેલે ઝંપલાવ્યું અને વિવાદ વધારે વકર્યો હતો. કીર્તિ પટેલે આ મામલે ખંડણી માંગી હતી. આ કેસમાં કીર્તિ પટેલ અત્યારે જેલમાં છે.

આ પણ વાંચો…ફેશન ડીઝાઈનર કીર્તિ પટેલ કેવી રીતે બની ગઈ વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર, વિવાદ સાથે છે ઉંડો નાતો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button