આપણું ગુજરાત

આજે વર્ષનો સૌથી લાંબો દિવસ? 13.28 કલાક બાદ આથમશે સૂર્ય, રાત માત્ર 10.32 કલાકની જ હશે…

ગાંધીનગરઃ આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તો છે જ પણ પરંતુ સાથે સાથે વર્ષનો સૌથી લાંબો દિવસ પણ છે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત 365 દિવસમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. 21મી જૂન બાદ સૂર્યનારાયણ દક્ષિણ દિશા તરફ ગતિ કરે છે, જેને સૂર્યનું દક્ષિણાયન પણ કહેવાય છે. ત્યારબાદ 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ બાદ સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરતો હોવાથી તેને ઉતરાયણ કહેવાય છે.

ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત
આ વર્ષે 21 જૂનને શનિવારે દિવસ 13 કલાક, 28 મિનિટનો રહેશે અને રાત 10 કલાક 32 મિનિટની રહેશે. ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, ફીજી જેવા દેશોમાં લાંબામાં લાંબી રાતનો અનુભવ થશે. પૃથ્વી સૂરજની ફરતે ચક્કર લગાવે છે ત્યારે માર્ચથી સપ્ટેમ્બરની વચ્ચે પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધ એટલે કે નોર્થ હેમિસ્ફેયરના ભાગને સૂર્યના સીધા કિરણોનો સામનો કરવો પડે છે. આ સમયે આ ક્ષેત્રોમાં દિવસ લાંબા થાય છે. બાકીના સમયે દક્ષિણ ગોળાર્ધ એટલે કે સદર્ન હેમિસ્ફેયર પર સૂરજના કિરણો સીધા પડે છે.

દર વર્ષે 21મી માર્ચમાં દિવસ અને રાત એક સરખા હોય છે
ગરમી, શિયાળો, ચોમાસુ જેવી ઋતુઓ પૃથ્વીના એક પ્રકારે ચક્કર લગાવવાના કારણે આવે છે. 21મી જૂન પછી સૂર્ય દક્ષિણ તરફ વળે છે. દિવસ- રાતની લંબાઇ ચંદ્રની દિશા અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ, સૂર્યને પરિભ્રમણ ગતિ જેવાં અનેક બ્રહ્માંડના પરિબળો આધારિત હોય છે. દર વર્ષે 21મી માર્ચમાં દિવસ અને રાત એક સરખા હોય છે, 21મી જૂન દિવસ સૌથી મોટો, રાત સૌથી નાની હોય છે, 20મી સપ્ટેમ્બરના દિવસ-રાત એકસરખા હોય જયારે ૨૨મી ડિસેમ્બરના રાત લાંબી અને દિવસ ટૂંકો હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button