વિસનગર પછી ઉનાઃ નવાબંદરમાં આધેડવયની મહિલા પર નરાધમોએ દુષ્કર્મ આચરી ફરાર

ઉનાઃ ગુજરાતમાં મહિલાઓ સામૂહિક બળાત્કારના કેસમાં વધારો થઈ રહ્યો છે, મહિલાઓની સુરક્ષા માટે ગંભીર સવાલો ઊભા થયા છે. વિસનગરમાં 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ ઘટના વચ્ચે હવે ઉનાના નાવબંદરમાં આધેડવયની મહિલા દુષ્કર્મનો ભોગ બની. નવાબંદરમાં કોસ્ટલ દરિયાકિનારે દુષ્કર્મ આચરવામાં આવ્યું.
આધેડવયની મહિલા પર ત્રણથી વધુ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દુષ્કર્મ આચર્યાં બાદ નરાધમોએ મહિલાના ગુપ્તભાગે ગંભીર ઈજાઓ પણ પહોંચાડતા તેની હાલત ગંભીર છે. સમગ્ર ઘટનાની નોંધ લેતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આપણ વાંચો: બાળકીની બળાત્કાર બાદ હત્યાના આરોપીએ બીજી બાળકી સાથે પણ એવું જ કૃત્ય આચર્યું…
એકલતાનો લાભ ઉઠાવીને આરોપીઓએ દુષ્કર્મ આચર્યું
મહિલાની હાલત ગંભીર હોવાથી સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી. દરિયાકાંઠાના એક ગામમાં એકલી રહેતી મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં. દુષ્કર્મ બાદ ત્રણ દિવસ સુધી મહિલા પોતાના ઘરે પડી રહ્યાં હતાં. જો કે, તબિત વધારે ખરાબ થઈ હતી, જેથી તેમણે દ્વારકામાં ફિશિંગ કરતા એક યુવકને જાણ કરી હતી.
આપણ વાંચો: સગીરા સાથે લગ્ન કરવાથી બળાત્કારના આરોપમાંથી મુક્ત કરી શકાય નહીં: બૉમ્બે હાઇ કોર્ટ
દુષ્કર્મની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી
સમગ્ર બાબતે જાણ થતાં તે યુવક તાત્કાલિક દોડી આવ્યો મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. હોસ્પિટલમાં તબીબોએ જ્યારે તપાસ કરી ત્યારે દુષ્કર્મ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેથી તબીરે પોલીસને જાણ કરી હતી.
દુષ્કર્મની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અત્યારે પોલીસ તપાસ તપાસ કરી રહી છે. હોસ્પિટલના તબીબોએ પોલીસને સમગ્ર કેસની હકીકત પણ જણાવી છે. આ સમગ્ર કેમસાં પોલીસ આરોપીઓને પકડવા ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી છે.