આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

પોરબંદર બેઠક હેઠળના જેતપુરમાં આરોગ્ય સુવિધા એક મોટો પડકાર, દર્દીઓને પડતી અસુવિધાનો અંત ક્યારે?

રાજકોટ: રાજકોટ જિલ્લાની જેતપુર સિવિલ હોસ્પિટલ (Jetpur Civil Hospital) આમ તો એ ગ્રેડની શ્રેણીમાં આવે છે. પરંતુ જે રીતે તાજેતરની દર્દીઓની હાલત, મીડિયામાં આવતા તેને અહેવાલો અને અસુવિધાઓથી ભરપૂર હોસ્પિટલને લઈને દર્દીઓમાં ઘણી જ “પ્રખ્યાત” છે. આ ઔદ્યોગિક જેતપુર શહેર પોરબંદર લોકસભા બેઠક (Porbandar Loksabha Election 2024) હેઠળ આવે છે. રાજકોટ પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા (Mansukh Mandaviya) કેન્દ્રમાં આરોગ્ય પ્રધાન છે. વિવિધ અહેવાલો અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભૂતકાળમાં હોસ્પિટલને લઈને ઘણી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સ્થિતિ આજે પણ જૈસે થે જેવી છે.

આ પણ વાંચો: ‘વાર્તા રે વાર્તા માંડવીયા ગીત ગવડાવતા…’ પોરબંદર બેઠક પર વોટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ વાયરલ

જેતપુર શહેર, ગ્રામ્ય અને પરપ્રાંતિયોની મોટી સંખ્યા સામે જેતપુરની આ સિવિલ હોસ્પિટલ અમુક સુવિધાઓથી સજ્જ હોવા છતાં તંત્રની આળસ અને ઉદાસીનતાના વાંકે ઘણી વામણી સાબિત થઈ રહી છે. કારણ કે વર્ષોથી ખાલી પડેલી તબીબોની જગ્યાઓનો ભોગ દર્દીઓ અને હાજર રહેલા સ્ટાફને ભોગવવાઓ પડે છે.

OPDમાં માત્ર એક જ મેડિકલ ઓફિસર અને એક ડેપ્યુટેશન પર આવેલા તબીબને કારણે દર્દીઓને ભારે હાલંકીનો સામનો કરવો પડ્યો છે. તેમજ તબીબોને પણ તેની ફરજના કલાકો વધારીને કામ કરવું પડે છે. ડેપ્યુટેશન પર આવેલા તબીબો દર્દીઓની હિસ્ટ્રીથી વાકેફ ના હોવાને કારણે દર્દીઓને સારવારમાં પણ સંતોષ નહીં મળતાની ફરિયાદ ઉઠતી જોવા મળે છે. આધારભૂત સૂત્રોનું માનીએ સોનોગ્રાફી તેમજ આંખના મશીનો પણ તબીબો વગર ધૂળ ખાય રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આંખના સર્જન વગર આંખના દર્દીઓને હોસ્પિટલમાં ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે.

હોસ્પિટલમાં ખૂટતી દવાઓ, સ્પેશિયાલિસ્ટની ઘટ, લેબોરેટરીએમાં અપૂરતો સ્ટાફ જેવી ઘણી અસુવિધાઓને કારણે વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ભારે હલાંકી ભોગવવી પડે છે. હાલ કંડમ થયેલી જુની OPD બિલ્ડીંગ પાડવાની હોવાથી નવી જગ્યાએ OPD શરૂ કરી છે. જાણવા મળે છે તે જગ્યા એકદમ સાંકળી છે.

આ પણ વાંચો: પોરબંદરમાં ત્રણ યુવાનોએ પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મ વિલોપનનો પ્રયાસ

જેને લઈને દર્દીઓનો ભારે ધસારો જોવા મળે છે. તેમજ હજાર સ્ટાફને પણ અગવડતાનો ભોગ બનવું પડે છે. મોટા પ્રમાણમાં દર્દીઓ એક સાથે ભેગા થવાને કારણે રોગ ચાળો વધુ ફેલાવવાનો ડર સતાવે છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને જેતપુરની જનતા ઘણી આશા રાખીને બેઠી છે કે રામ ભરોસે ચાલતી આ હોસ્પિટલમાં નવી સરકાર બનતાની સાથે સુવિધાઓમાં સુધારો થશે કે પછી જૈસે થે જેવા જ દ્રશ્યો જોવા મળશે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress