આપણું ગુજરાતટોપ ન્યૂઝ

હાથરસ દુર્ઘટના બાદ જગન્નાથ મંદિરે લોકોની સુરક્ષા-સલામતી માટે કરી અપીલ

અમદાવાદ: અષાઢી બીજને દિવસે જગન્નાથ મંદિરથી નીકળતી ભવ્ય રથયાત્રાને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં સર્જાયેલ દુર્ઘટનાને ધ્યાને લઈ આવી કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે લોકોને દૂરથી દર્શન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા પણ સંપૂર્ણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ સાથે લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ ધક્કામુક્કી ન કરે અને શાંતિપૂર્ણ દર્શન કરે. રથ પર માત્ર ભગવન જ બિરાજમાન રહેશે, પહેલા લોકો પર ચડી જતાં હતા જો કે તેના પર પ્રતિબંધ મૂકયો છે. લોકો દૂરથી પણ ભગવાનના દર્શન પણ કરી શકશે અને લોકોને રથની નજીકથી દર્શન કરવાનો આગ્રહ ન રાખવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Rathyatra 2024: જગન્નાથ મંદિરને રામમંદિરની થીમ પર શણગારાશે

અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાતા હોય છે. આ દરમિયાન ખૂબ જ ભીડ એકઠી થતી હોય આથી લોકોને દૂરથી જ ભગવાનના દર્શન કરવાની અપીલ કરવામાં આવી છે. મંદિર પરિસરમાં કોઇ દુર્ઘટના સર્જાય તો એક કરોડનો વીમો પણ લેવાયો છે. લોકોને ભગવાનના ઓનલાઈન દર્શન કરવા પણ અપીલ કરવામાં આવી છે. આ માટે મંદિરની ઓફિસિયલ વેબસાઇટ પર ભગવાનના લાઈવ દર્શન શરૂ કરવામાં આવ્યા છે.

અમદાવાદની આગવી ઓળખ સમાન ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આગામી 7 જુલાઈના રોજ યોજાશે. આ રથયાત્રામાં ભગવાનના દર્શન માટે લાખોની સંખ્યામાં લોકો ઊમટી પડતા હોય છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં થયેલી ભાગદોડમાં 121 જેટલા લોકોના મોત થયા છે. જેથી જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આજે સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને ખાસ અપીલ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button