'ભવ્ય ગુજરાત' ભારત ગૌરવ ટ્રેન થશે શરૂ: યાત્રાધામો, પ્રવાસન સ્થળોને આવરી લેતી 10 દિવસની ટૂરની સંપૂર્ણ વિગત જાણો | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

‘ભવ્ય ગુજરાત’ ભારત ગૌરવ ટ્રેન થશે શરૂ: યાત્રાધામો, પ્રવાસન સ્થળોને આવરી લેતી 10 દિવસની ટૂરની સંપૂર્ણ વિગત જાણો

ગુજરાત પ્રવાસ માટે ભારતભરના લોકો માટે પહેલી પસંદ રહેતું હોય છે. દેશ-વિદેશી લોકો ગુજરાતના પ્રવાસે આવતા હોય છે. ગુજરાતના મોટા ભાગના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોને આવરી લે તે માટે ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ આગામી 26 ઓક્ટોબરના રોજ રેનિગુંટા રેલવે સ્ટેશનથી શરૂ થતી ‘ભવ્ય ગુજરાત’ ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન યાત્રાની જાહેરાત કરી દીધી છે.

ગુજરાતના આ યાત્રાધામોને સમાવેશ કરવામાં આવ્યો

ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ટ્રેન દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર મંદિર, બેટ દ્વારકા, સોમનાથ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્ય મંદિર, રાણી કી વાવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને આવરી લેશે. એટલું જ નહીં પરંતુ આ ટ્રેનમાં ચઢ્યાં પછી આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં અનેક સ્ટેશનો પર ઊભી રહેશે, જ્યાથી તમે ચડી અને ઉતરી શકશો.

આપણ વાંચો: હવે એક ‘સુપર એપ’થી થશે રેલવેના બધા જ કામ! જાણો શું હશે રેલવેની નવી એપમાં

આ યાત્રા નવ રાત અને 10 દિવસની રહેશે

રેલવે દ્વારા આ યાત્રા માટે ખાસ સુવિધાઓ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યાત્રા નવ રાત અને 10 દિવસની રહેશે, જેમાં મુસાફરી, રહેઠાણ અને કેટરિંગ, ઓન-બોર્ડ સુરક્ષા, મુસાફરી વીમો અને IRCTC ટૂર મેનેજર દ્વારા સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમયની વાત કરવામાં આવે તો, 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધીનો રહેશે.

આ યાત્રા માટે વ્યક્તિદીઠ કેટલું ભાડું નક્કી કરવામાં આવ્યું?

બોર્ડિંગ અને ડીબોર્ડિંગ સ્ટેશનોની વાત કરવામાં આવે તો, રેનિગુંટા, ગુદુર, નેલ્લોર, ઓંગોલ, ચિરાલા, તેનાલી, વિજયવાડા, ખમ્મામ, કાઝીપેટ, સિકંદરાબાદ, નિઝામાબાદ, હઝુર સાહિબ નાંદેડ અને પૂર્ણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, પણ ટ્રિપનું બુકિંગ કરાવવા www.irctctourism.com વેબસાઈટ પર જઈને પણ નોંધણી કરાવી શકો છે. ભાડની વાત કરીએ તો, એક વ્યક્તિદીઠ ક્લાસ પ્રમાણે 18,400થી 38,300ની વચ્ચે રાખવામાં આવ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button