આપણું ગુજરાત

અમદાવાદમાં આઈપીએસ અધિકારીનાં પત્નીનો આપઘાત, પોલીસતંત્રમાં દોડધામ મચી

અમદાવાદ: થલતેજ વિસ્તારમાં રહેતા IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ તેમના ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થયા બાદ તરત જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

IPS રાજન સુસરા વલસાડ મરીન સિક્યોરિટીમાં ફરજ બજાવે છે. હજુ એક મહિના પહેલા જ તેમણે તેમના પત્ની 47 વર્ષીય શાલુબેન સાથે લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. બોડકદેવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ આપઘાતના કારણ અંગેની તપાસ હાથ કરી રહ્યા છે. IPS અધિકારી રાજન સુસરાની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળ કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ પરથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી.

મૃતક શાલુબેનના ભાણેજ મેહુલ ઝંઝાએ મીડિયાને જણાવ્યું હતું કે “ચાર-પાંચ દિવસથી સાહેબ લગ્નપ્રસંગમાં હતા, અને ગઇકાલે જ અમદાવાદ આવ્યા હતા. સામાન્યપણે માસી દરરોજ સવારે પૂજાપાઠ માટે ઉઠી જતા હોય છે પરંતુ આ વખતે તેઓ ઉઠ્યા ન હતા, આથી સાહેબે તેઓ જે ઓરડામાં સૂતા હતા ત્યાં બારણું ખોલીને જોયું તો માસીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.”

ઉલ્લેખનીય છે કે, IPS અધિકારી રાજન સુસરા ગઈકાલે જ સુરતથી અમદાવાદ પરત આવ્યાં હતાં. વલસાડમાં મરિન સિક્યોરિટી SP રાજન સુસરાએ પાટીદાર અનામત આંદોલન વખતે અભૂતપૂર્વ ભૂમિકા ભજવી હતી. એ વખતે આનંદીબહેન પટેલ સરકારમાં તેઓ મોરબી કે સુરેન્દ્રનગર જિલ્લામા SP હતા. તેમણે હાર્દિક પટેલને જેલ ભેગા કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button