આપણું ગુજરાત

વિશ્વના સૌથી ‘ઠીંગણા ડોક્ટર સાહેબ’ની ઈન્ટર્નશીપ શરૂ, તળાજાના ડો બારૈયાનું દેશ-વિદેશમાં સન્માન

ભાવનગર: તળાજા તાલુકાના ગોરખી ગામમાં જન્મેલા ડો.ગણેશ બારૈયા (shortest doctor ganesh baraiya) ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 23 વર્ષના ગણેશ બરૈયાએ વિશ્વના સૌથી ઓછી ઊંચાઈ વાળા ડૉક્ટર બનવાનું ગૌરવ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS કર્યા બાદ ગણેશે હવે ઈન્ટર્નશીપ શરૂ કરી છે. ત્રણ ફૂટ ઊંચા અને 18 કિલો વજન ધરાવતા ડૉ.ગણેશની ઇન્ટર્નશિપ બે દિવસ પહેલાં જ શરૂ થઈ છે. ડૉક્ટર ગણેશ આગામી એક વર્ષમાં એટલે કે માર્ચ 2025માં પોતાની ટ્રેનિંગ પૂરી કરશે.

ગણેશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇન્ટર્નશિપ પછી તેણે NEET PG 2025ની પરીક્ષા આપવી પડશે અને મેડિસિન, પેડિયાટ્રિક્સ, ડર્મેટોલોજિસ્ટ અથવા સાઇકિયાટ્રીના ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવો પડશે. ડૉક્ટર બનવાની આ સફરમાં તેમણે શાળાના ડાયરેક્ટર, મેડિકલ કોલેજના ડીન, પ્રોફેસર સહિતના મિત્રોનો ઘણો સહયોગ મળી રહ્યો છે. તે કહે છે કે, હું ડૉક્ટર બની શકું એવી પ્રેરણા મારી શાળાના સંચાલકો પાસેથી મળી અને જ્યારે MCIએ MBBSમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો ત્યારે શાળાના સંચાલકોએ પણ મને હાઇકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં જવા માટે મદદ કરી.

આપને જણાવી દઈએ કે ત્રણ ફૂટની ઊંચાઈના કારણે MCIએ MBBSમાં એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ગણેશે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને ત્યાં ન્યાય મળ્યો. ગણેશના સંઘર્ષની વાત કરીએ તો, મેડિકલનો અભ્યાસ કરવા માટે, ગણેશે વર્ષ 2018માં 12મા સાયન્સ સાથે NEETમાં સફળતા હાંસલ કરી હતી, પરંતુ તેની ઉંચાઈ ઓછી હોવાને કારણે MCI દ્વારા તેને મેડિકલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જે બાદ ગણેશની શાળાના સંચાલકોએ તેને MCIના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાનું કહ્યું અને તેની મદદ પણ કરી.

તમને જણાવી દઈએ કે ડો. ગણેશ વિશ્વના સૌથી નાની ઉંચાઈના ડોક્ટર હોવાના કારણે સમયાંતરે વિવિધ કાર્યક્રમોમાં તેમનું સન્માન કરવામાં આવે છે. ગત સપ્ટેમ્બર માસમાં તાઈવાનના રાષ્ટ્રપતિ દ્વારા ડો.ગણેશ બરૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સહિત સામાજિક કે અન્ય કાર્યક્રમોમાં ગણેશનું સન્માન કરવામાં આવે છે.

ગણેશ કહે છે કે ટૂંકી ઉંચાઈને કારણે રોજિંદા કામમાં થોડી મુશ્કેલીઓ આવે છે. શાળા સમય દરમિયાન મને જે પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, સંચાલકોએ મારા માટે અલગથી સગવડો પૂરી પાડી હતી. જ્યારે મેડિકલ પ્રેક્ટિસની પ્રેક્ટિકલ પરીક્ષામાં સમસ્યાઓ આવી ત્યારે તેમાં પણ મેં કોલેજના ડીનની મદદ લીધી. જ્યારે કોલેજના પ્રોફેસરો દ્વારા પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે, ત્યારે મને વિશેષ સહયોગ મળે છે. ગણેશ કહે છે કે જ્યારે જરૂર પડે છે ત્યારે તેને તેના કોલેજના મિત્રોનો પણ સહયોગ મળે છે. મિત્રો હંમેશા મને પરીક્ષામાં આગળ બેસવાનું કહે છે.

ડોક્ટર ગણેશે જણાવ્યું કે, તેણે પહેલાથી જ ડોક્ટર બનવાનું સપનું જોયું હતું. તેણે વધુમાં કહ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે જો તું આટલી નાની ઉંચાઈ સાથે સખત મહેનત કરીને ડોક્ટર બનીશ તો વિશ્વ રેકોર્ડ બની જશે, આનાથી મને સખત મહેનત કરવાની પ્રેરણા મળી. ગણેશના પરિવારમાં માતા-પિતા, સાત મોટી બહેનો અને એક નાનો ભાઈ છે. પિતા ખેતીકામ કરે છે. ગણેશની સાતેય બહેનો પરિણીત છે. નાનો ભાઈ B.Ed નો અભ્યાસ કરે છે. ગણેશ ઉપરાંત તેના જુદા જુદા કાકાઓના કુલ પાંચ પુત્રો પણ ડોક્ટર છે.

ડો.ગણેશ બારૈયાની ઇન્સ્પાઇરિંગ સ્ટોરી

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત