IND V/S PAK: પશ્ચિમ રેલવેએ કરી મહત્ત્વની જાહેરાત…
મુંબઈઃ 14મી ઓક્ટોબરના અમદાવાદ ખાતે ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈ વોલ્ટેજ મેચ જોવા જવા થનગનતા ક્રિકેટપ્રેમીઓ માટે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. જી હા, પશ્ચિમ રેલવે દ્વારા પહેલી વખત કોઈ મહત્વની સ્પોર્ટ્સ ઈવેન્ટ માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે અને ટ્રેનો પણ પછી વંદે ભારત.
જોકે, આ સ્પેશિયલ ટ્રેનના ટાઈમ અને હોલ્ટને લઈને રેલવે દ્વારા અંતિમ નિર્ણય લેવાનો બાકી છે, એવી માહિતી રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રેન સુરત, વડોદરા, આણંદ અને ભરૂચ જેવા સ્ટેશનોને કવર કરે એવી પૂરેપૂરી શક્યતા છે.
મળી રહેલી માહિતી પ્રમાણે આ એસી ટ્રેન ગુરુવારે 13મી ઓક્ટોબરના રાતે 10 કલાક મુંબઈથી રવાના થશે અને સવારે 6 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચશે. વંદે ભારત ટ્રેનની વાત કરીએ કો એવું કહેવાઈ રહ્યું છે કે વંદે ભારત ટ્રેન મેચના દિવસે જ મુંબઈથી સવારે રવાના થશે. મેચ બપોરે બે વાગ્યે મોટેરા સ્ટેડિયમમાં શરૂ થશે. વર્લ્ડ કપ-2023માં આ ભારત પાકિસ્તાન વચ્ચે આ પહેલી ટક્કર થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ-2023નો પ્રારંભ થઈ ગયો છે અને ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને જોરદાર ટક્કર આપી ચૂકી છે, પરંતુ તેમ છતાં ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સુક્તા તો ઈન્ડિયા-પાકિસ્તાન મેચ માટે જોવા મળી રહી છે.