સુરતમાં આવકવેરા વિભાગનો સપાટો, ત્રણ જવેલર્સ ગ્રુપના 35થી વધુ સ્થળોએ દરોડા
તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે એ પહેલા આવક વેરા વિભાગે સુરતમાં ત્રણ જવેલર્સ ગ્રુપ પર દરોડા પડ્યા છે. ડાયમંડ અને જ્વેલરી ઉધોગ સાથે જોડાયેલા શહેરના ત્રણ અગ્રણી ગ્રુપ ઉપર આવકવેરાની કાર્યવાહીથી ડાયમંડ સીટીમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ આવકવેરા વિભાગના 100 જેટલા અધિકારીઓની ટીમેં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ત્રણ ગ્રુપના કુલ મળીને 35થી પણ વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તપાસના અંતેમોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.
દરોડાને કારણે ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ ઉપરાંત અન્ય મોટી પેઢીઓમાં પણ ફફડાટનો માહોલ છે. સુત્રોના જણાવ્યા મુજબ સુરત ઉપરાંત રાજકોટ ખાતે પણ બે સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે આવેક વેરાના દરોડા બાદ મોટી માત્રામાં બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે. ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ બાદ રિયલ એસ્ટેટ બિલ્ડરો પર પણ કાર્યવાહી થઇ શકે છે.