આપણું ગુજરાત

વિસનગરને વિકાસની ભેટ: મુખ્ય પ્રધાનના હસ્તે 495 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વિસનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિસનગરમાં 495 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિને આગળ વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવાનો સ્પષ્ટ સંદેશ છે. તેમણે ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડાપ્રધાન, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા.

આપણ વાંચો: ગુજરાતના જુનાગઢ જિલ્લાની થશે કાયાપલટ, સરકારે 634 કરોડના વિકાસ કાર્યોની જાહેરાત કરી

495 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ

વિસનગરમાં 210 કરોડ રૂપિયાના ખર્ચે બાયપાસ રોડનું નિર્માણ થશે અને રાજ્યમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે 1020 કરોડ રૂપિયાના ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

વિસનગર એપીએમસી ગ્રાઉન્ડ ખાતે મુખ્ય પ્રધાનના હસ્તે સિવિલ હોસ્પિટલ, તાલુકા પંચાયત અને નગરપાલિકાની નવી બિલ્ડિંગનું લોકાર્પણ સહિત 495 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

જેમાં 423 કરોડ રૂપિયાથી વધુના 76 વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત તેમજ 72 કરોડ રૂપિયાથી વધુના 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: Rajkot કોર્પોરેશન અને રૂડાના 565 કરોડના વિકાસ કાર્યોનું સીએમના હસ્તે લોકાર્પણ- ખાતમુહૂર્ત

વિકસિત ભારતના સ્વપ્નમાં ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિસનગર વણથંભી વિકાસ યાત્રાની દિશામાં આગળ વધી રહ્યું છે. સરકાર પીવાનું પાણી, રોડ, રસ્તા, શિક્ષણ, લાઈબ્રેરી અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે.

તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નમાં ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી. જિલ્લા પ્રભારી પ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સરકાર છેવાડાના માનવીની પરવાહ કરી ગ્રામીણ વિકાસને વેગવંતો બનાવવા પ્રયત્નશીલ છે. તેમણે સહકારથી સમૃદ્ધિના ધ્યેય સાથે ગુજરાતને સહકાર ક્ષેત્રે અગ્રેસર બનાવવાની વાત કરી હતી.

આપણ વાંચો: Gujarat સરકારનો મોટો નિર્ણય, 14 મહિલા ધારાસભ્યોને વિકાસ કાર્યો માટે વધારાની બે કરોડની ગ્રાન્ટ…

6.70 કરોડ રૂપિયાના ખર્ચે નવી નગરપાલિકા બિલ્ડીંગ

આ કાર્યક્રમમાં નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે 30 કરોડ રૂપિયાના ખર્ચે નવી હોસ્પિટલ બિલ્ડીંગ, શહેરના નાગરિકોની સુખાકારી માટે 6.70 કરોડ રૂપિયાના ખર્ચે નવી નગરપાલિકા બિલ્ડીંગ અને ગ્રામીણજનોની સુખાકારી માટે 4.47 કરોડ રૂપિયાના ખર્ચે નવી તાલુકા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button