આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતમાં છેલ્લા બાવન વર્ષમાં અપક્ષ ઉમેદવારોને મતદારોએ આપ્યો છે જાકારો, જાણો ચૂંટણીનો ઈતિહાસ

ગુજરાતમાં લોકસભાની તમામ 26 સીટો પર ચૂંટણી પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા છે, તમામ પક્ષોએ ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે અને ઉમેદવારીપત્ર ભરવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ અને આપ જેવા બળીયાઓ પક્ષો વચ્ચે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરશે. દરેક ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પક્ષોનું ગણિત ચોક્કસપણે બગાડતાં હોય છે. અલબત્ત, છેલ્લા 52 વર્ષમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીતી શક્યા નથી.

સૌપ્રથમ ઈન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા) 1962માં નૂતન મહાગુજરાત જનતા પરિષદના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તે પછી 1967માં અમદાવાદની બેઠકમાંથી ઈન્દુલાલ યાજ્ઞિક અપક્ષ તરીકે જીત્યા હતા. ઈન્દુલાલ યાજ્ઞિકે કોંગ્રેસના એસ.આર. વસાવડાને 84797 મતના અંતરથી પરાજય આપ્યો હતો. આમ, અપક્ષ ઉમેદવારો હોવા છતાં ઈન્દુલાલ યાજ્ઞિક 59.84 વોટ શેર મેળવવામાં સફળ રહ્યા હતા. એ વખતે ગુજરાતની 24 બેઠકમાંથી કોંગ્રેસે 11, સ્વતંત્ર પાર્ટીએ 12 જ્યારે એકમાં અપક્ષ ઈન્દુલાલ યાજ્ઞિકે વિજય મેળવ્યો હતો. મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે 1971ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વિજય મેળવ્યો હતો.

તે જ પ્રકારે વર્ષ 1967માં ગુજરાતમાં યોજાયેલી લોકસભાની ચૂટણીમાં પ્રથમવાર સુરેન્દ્રનગર બેઠક ઉપરથી એચ.એચ.મહારાજા શ્રીરાજ મેઘરાજજી અપક્ષ ઉમેદવાર તરીકે એમપી બન્યા હતા. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી અપક્ષ ઉમેદવારે વિજય મેળવ્યો હોય તેવું છેલ્લે 1972ની લોકસભાની પેટા ચૂંટણીમાં બન્યું હતું. અમદાવાદ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દુલાલ યાજ્ઞિકનું અવસાન થતાં ખાલી પડેલી આ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી.

આપણ વાંચો: બ્રેકિંગ: ગુજરાતમાં લોકસભાની આ 3 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર કર્યા જાહેર, જાણો વિગત

1972ની લોકસભાની પેટા ચૂંટણીમાં દેશના પ્રથમ સ્પિકર ગણેશ માવળંકરના પુત્ર અને જાણીતા શિક્ષણવિદ પુરુષોત્તમ માવળંકર અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર પાલખીવાલાને 25,447 મતથી પરાજય આપ્યો હતો. આ પછી પણ તેઓ માર્ચ 1977માં લોકસભાની ગાંધીનગર બેઠક પર ફરીવાર સ્વતંત્ર ઉમેદવાર તરીકે તેઓ ચૂંટાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદની બેઠકમાં 1952માં ગણેશ વાસુદેવ માવળંકર કોંગ્રેસ માટે તેમના અવસાન બાદ તેમના પત્ની સુશીલા માવળંકર 1956માં જ્યારે 1972માં પુરુષોત્તમ માવળંકર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આમ, અમદાવાદની બેઠકમાં પિતા-માતા અને પુત્ર ચૂંટાઈ આવ્યા હતા.

1962થી 2019 સુધી ગુજરાતમાં 1925 અપક્ષ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે. આ પૈકી પ્રત્યેક ચૂંટણીમાં એકલ-દોકલને બાદ કરતાં મોટાભાગના અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી. 1962માં સૌથી ઓછા 14 જ્યારે 1996માં સૌથી વધુ 414 અપક્ષ ઉમેદવારો હતા. 414 પૈકી 412 અપક્ષને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. એ વખતે અપક્ષ ઉમેદવારના બૂરા હાલ જોઈને 1998, 1999માં કુલ 92 અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.

2004માં ગુજરાતમાંથી અપક્ષ ઉમેદવારોનું પ્રમાણ માત્ર 65 હતું. 2009માં 176, 2014માં 156 અને 2014માં 156 અપક્ષ ઉમેદવારો હતા. 1996ની લોકસભા ચૂંટણી બાદ સૌથી વધુ 197 અપક્ષ ઉમેદવારો 2019 માં હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો… Bigg Boss OTT-3 ના પ્રતિસ્પર્ધીઓ ક્રિકેટ ખેલાડીઓ જેઓ યોગના આસન નિયમિત કરતા હોય છે… પ્રેગનેન્ટ દીપિકાથી લઇને આલિયા સુધી બેબી બમ્પમાં છવાઇ ગઇ આ હિરોઇનો