અંતે રામનાથ મહાદેવ ના ભાવિકોની લાગણી ને માન અપાયુ
રાજકોટ: રાજકોટના નગરદેવતા રામનાથ મહાદેવ મંદિરની આસપાસ શરૂ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ઘણા લાંબા સમયથી ભાવિકોની માંગણી હતી કે રામનાથ મંદિર એક બહુ મોટી આસ્થાનું કેન્દ્ર છે બહોળી સંખ્યામાં શહેરભરના મહાદેવ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં તેના વિકાસ માટે તથા આજુબાજુના વિસ્તારમાં સફાઈ માટે કોઈ ધ્યાન આપતું ન હતું.
જે લોકો રામનાથ મંદિર આસપાસ રહે છે તેઓ ગંદકી થી ત્રાહિમામ પોકારી ગયા હતા .ગંદકી ને લઈને ભાવિકોએ અનેક વખત રજુઆત કરવામાં આવતી હતી અંતે RMC દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઉપાધ્યાયના જણાવ્યા મુજબ હવે મહિનામાં બે થી ત્રણ વખત રામનાથ મહાદેવ મંદિર ની આસપાસ સફાઈ કરવામાં આવશે આ અંગે આર એમ સી દ્વારા પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે.
ભાવિકોએ આપી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ પ્રકાર ની સફાઈ ઝુંબેશ કાયમ યથાવત રહે તો લોકોના સ્વાસ્થ્યમાં પણ ઘણો ફરક પડશે.
શહેરમાં હાલ ઘણા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે તેનું કારણ સફાઈ કામદારોની જરૂરિયાત કરતા ઓછી સંખ્યા છે અને કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા સફાઈ કામદારો પૂરતું ધ્યાન આપતા નથી તેવી પણ ફરિયાદ છે હાલ રાજકોટ શહેરમાં કેટલા વિસ્તારો છે તેના પ્રમાણમાં 40 થી 50% ઓછા સફાઈ કામદારો છે વોર્ડ નંબર બે અને ત્રણમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારો ન આવતા હોય બે મોટી હોસ્પિટલ સિનરજી અને એચસીજી આસપાસના રહીશો ગંદકીથી ત્રાહિમામ છે ત્યાં સફાઈ માટે કોઈ કાયમી કામદારો છે જ નહીં અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી આવા તો ઘણા વિસ્તારો છે જે સફાઈ માગે છે પરંતુ રામનાથ મહાદેવની સફાઈની ઝુંબેશ આવકારતા શહેરના અન્ય રઇસોને પણ આશા બંધાઈ છે કે રાજકોટ શહેર સ્વચ્છ રહેશે.