આપણું ગુજરાત

વિધાનસભાની 5 સીટોની પેટા ચૂંટણીમાં 24 મુરતીયા મેદાને, 1 પણ મહિલા ઉમેદવાર નહીં

અમદાવાદ: ગુજરાતમાં આગામી 7 મી મેના રોજ લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ પેટા ચૂંટણીને લઈને ADR રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. ADR દ્વારા 5 વિધાનસભાની સીટો માટેની પેટા ચૂંટણીના ઉમેદવારોનું એનાલિસીસ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યની 5 વિધાનસભા સીટો પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા અને વિજાપુર સીટ માટે મતદાન થવાનું છે

એસોશિયેશન ઓફ ડેમોક્રેટેકિ રિફોર્મ (ADR)ના રિપોર્ટ મુજબ આ 5 બેઠકોની પેટાચૂંટણી માટે કુલ 5 બેઠકો પર 24 ઉમેદવારો મેદાને છે. જેમાંથી 23 ઉમેદવારોનું ADR દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે. આ તમામ સીટોમાં સૌથી વધુ વિજાપુર સીટ પર 12 ઉમેદવારો જ્યારે વાઘોડિયામાં સીટ પર માત્ર 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ADR મુજબ આ 5 બેઠકોની પેટાચૂંટણીમાં 6 ઉમેદવાર પર ફોજદારી કેસ જેમાંથી 2 ઉમેદવાર પર ગંભીર ગુના દાખલ છે, એટલે કે વિધાનસભાની પેટા ચૂંટણી લડતા 26 ટકા ઉમેદવાર પર ફોજદારી કેસ છે. આ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 30 ટકા ગ્રેજ્યુએટ કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે જ્યારે ઉમેદવારોની સરેરાશ ઉંમર જોઈએ તો 40 વર્ષીની આસપાાસ છે.

5 બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારોમાં 23 માંથી 1 ઉમેદવાર અભણ છે. જ્યારે 1 ઉમેદવાર સાક્ષર છે. બીજી તરફ ધોરણ 8 પાસ 3 ઉમેદવાર છ. બીજી તરફ 10 પાસ 8 ઉમેદવાર છે. 12 પાસ 3 ઉમેદવાર છે. આ સાથે 1 ઉમેદવાર ગ્રેજ્યુએટ છે. જ્યારે 4 ઉમેદવાર ગ્રેજ્યુએટ પ્રોફેશનલ છે. બીજી તરફ 2 ઉમેદવાર પોસ્ટ ગ્રજયુએટ છે.

આપણ વાંચો: ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?

સંપત્તિના મામલે વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંપત્તિ મામલે સૌથી આગળ છે. તેની કુલ સંપતિ 153 કરોડથી વધી છે. વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે મોટી સંપત્તીની સાથે તેમના પર સૌથી વધુ દેવું પણ છે. ધર્મેન્દ્રસિંહ પર 38 કરોડથી વધુનું દેણું છે. જ્યારે બીજા સ્થાને

વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. સી. જે. ચાવડા છે. તેમની કુલ સંપત્તિ 14 કરોડથી વધુ છે, સી. જે. ચાવડા પર 5 કરોડ રૂપિયાથી વધુનું દેણું છે. જ્યારે ત્રીજા સ્થાને માણાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હરિભાઇ જોટવા ( કણસાગરા) છે. તેમની સંપત્તિ 10 કરોડથી વધુ છે, તેમના પર એક કરોડથી વધુ રૂપિયાનું દેણું છે.

વિજાપુર બેઠકના અપક્ષ ઉમેદવાર સૈયદ કાદરી પાસે છે સૌથી ઓછી સંપત્તિ છે, તેમની પાસે 26,992 રૂપિયાની સંપત્તિ છે. જ્યારે બીજા સ્થાને પણ વિજાપુર બેઠકના અપક્ષ ઉમેદવાર હર્ષદકુમાર ચૌહાણ છે. તેમની કુલ સંપત્તિ 30,000 છે. ત્યારે ત્રીજા સ્થાને દિનુસિંહ ચૌહાણ છે, તેમની કુલ સંપત્તિ 3 લાખથી વધુ છે.

આ પેટા ચૂંટણીની સૌથી રસપ્રદ બાબત એ છે રાજ્યમાં પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. પરંતુ આ 5 બેઠક પર એક પણ મહિલા ઉમેદવાર ચૂંટણી નથી લડી રહ્યા

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત