આપણું ગુજરાત

સુરતમાં મૌલવી સકંજામાં આવતા આતંકના આકાઓ પારેવાની જેમ ફફડી ઉઠ્યા

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે દિવસ પહેલા સુરતની ચોક બજારમાથી મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી અને મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મૌલવી અબુબકર હિન્દુ નેતાઓને ધમકી આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે નેશનલ ઈન્વેસ્ટિગેશન અને સેન્ટ્રલ IBની ટીમ પણ જોડાઈ હતી .આ તપાસ એજન્સીઓએ મૌલવીના કઠોર ખાતેના તેના ઘરે તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો ત્યાં લગભગ એકથી દોઢ કલાક તપાસ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. મૌલવી પાસે જે જે સંદિગ્ધ કડીઓ હાથ લાગી છે અને તપાસમાં જે દસ્તાવેજો હાથ લાગ્યા છે તેના પરથી કહી શકાય કે લગભગ 20 જેટલા લોકો મૌલવી કનેકશનના કારણે રડાર પર છે.

સુરતમાં શનિવારે સાંજે મહમદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલને ઝડપી લીધો. સુરત જિલ્લાના કઠોરગામમાં આવેલા મદ્રેસામાં હાફીઝ અને આલીમ બન્યો અને ત્યાં જ કઠોર-અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું શિક્ષણ પણ આપતો હતો આ ઉપરાંત નજીકના લસકાણા ડાયમંડ નગર માં આવેલી એક ધાગા ફેક્ટરીમાં મેનેજર પદે કાર્યરત હતો. યાદ અપાવીએ કે, ઉત્તરપ્રદેશમાં 2019માં કમલેશ તિવારીનું મર્ડર થયું હતું, એ જ રીતે, ઉપદેશ રાણાનું મર્ડર કરવાની ધમકીઓ અજાણ્યા અનેક નંબર પરથી અપાઈ હતી.

આ જ બાબતમાં ક્રાઈમ બ્રાન્ચે મૌલવીના મોબાઈલની તપાસ કરતા વ્હોટ્સએપ ગ્રુપમાંથી સંદિગ્ધ કહી શકાય તેવા અમુક લોકોના અને ફોટા પણ મળ્યા . જેમાં નૂપુર શર્મા,એક ખાનગી ચેનલના સંપાદક સુરેશ ચવ્વાણકે ,ઉપરાંત હૈદરાબાદના હિન્દુવાદી MLA રાજાસિંહ છે. આ બધાને પણ ટાર્ગેટ કરીને ધમકી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બધા સાથે પણ ચેટિંગ અને કોલ થયાની વિગતો મળી આવતા સનસનાટી ફેલાઈ હતી.

મૌલવી પાસેથી મળેલા મોબાઈલની તપાસ કરાતા તે છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનના એક મોબાઈલ નંબર ધારક ડોગર અને નેપાળના શેહનાઝ નામના શખસ સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યો હતો. તેઓ બંનેએ આરોપી મહમદ સોહેલ ઉર્ફે મૌલવીને વોટ્સએપ તથા અન્ય સોશ્યલ મીડિયાના માધ્યમથી સંર્પકમાં રહી ઉશ્કેરણીજનક શબ્દોથી મૌલવીને હિન્દુવાદી સંગઠનોના અગ્રણીઓને ધમકી આપવા જણાવાયું હતું . મૌલવીની પોતાની ઓળખ છતી ન થાય તે હેતુથી લાઓસ દેશનો એક ઈંટરનેશનલ સીમ પણ ગેરકાયદેસર મેળવી આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button