જૂનાગઢમાં યુવતીના પૂર્વ પ્રેમીએ નગ્ન ફોટા અને વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યો વાયરલ, જાણો સમગ્ર મામલો

જૂનાગઢ: જૂનાગઢમાં એક યુવતીનાપૂર્વ પ્રેમીએ માત્ર પૈસાની લાલચે અને તેની બદનામી કરવા માટે તેના નગ્ન ફોટા તેમજ નગ્ન વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનની વતની અને જૂનાગઢ ખાતે BSC એગ્રીકલ્ચરના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી દ્વારા રાજસ્થાનના જયપુરના લોકેશ કુમાવત નામના વ્યક્તિ વિરુદ્ધ સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ ખાતે IPC 292, 384, 500 તેમજ આઇટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં મૂળ રાજસ્થાનના જયપુરની વતની અને હાલ જૂનાગઢ ખાતે રહી અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે, તે હાલ BSC એગ્રીકલ્ચરના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. 22 મે 2024ના રોજ રાજસ્થાન રેતી પોતાની બહેનપણીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તારા ખરાબ ફોટા એક Instagram આઈડી પર સ્ટેટસમાં રાખ્યા છે. તો સાથે જ તારા આ પ્રકારના ફોટા આપણા ગ્રુપના અન્ય વ્યક્તિઓને પણ મોકલવામાં આવ્યા છે.
તેના સ્ક્રીનશોટ મેં તને મોકલ્યા છે. સમગ્ર સ્ક્રીનશોટ જોતા યુવતીને ખ્યાલ આવ્યો હતો કે, Whatsapp દ્વારા મિત્રોને મળેલા ફોટા અગાઉ લોકેશ કુમાવત જેની સાથે મારે અગાઉ પ્રેમ સંબંધ હતો. મેં તેની સાથે વીડિયો કોલમાં વાતચીત કરી હતી, ત્યારે કોઈ પણ રીતે તેણે મારી જાણ બહાર વીડિયો કોલનું રેકોર્ડિંગ કરી લીધું છે.
મૂળ રાજસ્થાનના જયપુરની વતની અને હાલ જૂનાગઢ ખાતે રહી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના જણાવ્યા મુજબ,તે હાલ BSC એગ્રીકલ્ચરના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. 22 મે 2024ના રોજ રાજસ્થાન રેતી પોતાની બહેનપણીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તારા ખરાબ ફોટા એક Instagram આઈડી પર સ્ટેટસમાં રાખ્યા છે.
તો સાથે જ તારા આ પ્રકારના ફોટા આપણા ગ્રુપના અન્ય વ્યક્તિઓને પણ મોકલવામાં આવ્યા છે. તેના સ્ક્રીનશોટ મેં તને મોકલ્યા છે. સમગ્ર સ્ક્રીનશોટ જોતા યુવતીને ખ્યાલ આવ્યો હતો કે, Whatsapp દ્વારા મિત્રોને મળેલા ફોટા અગાઉ લોકેશ કુમાવત જેની સાથે મારે અગાઉ પ્રેમ સંબંધ હતો. મેં તેની સાથે વીડિયો કોલમાં વાતચીત કરી હતી, ત્યારે કોઈ પણ રીતે તેણે મારી જાણ બહાર વીડિયો કોલનું રેકોર્ડિંગ કરી લીધું છે.
અગાઉ લોકેશ કુમાવત દ્વારા તેણીની બહેન તેમજ ભાઈને પણ અજાણ્યા નંબર ઉપરથી નગ્ન ફોટાના સ્ક્રિનશોટ તેમજ નગ્ન ફોટા whatsapp ના માધ્યમથી મોકલી આપ્યા હતા. આ અગાઉ, લોકેશ કુમાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તું મને પૈસા આપ નહીંતર તારા અન્ય ફોટાઓ પણ આ જ પ્રકારે વાયરલ કરી દઈશ તેમજ તને બદનામ કરી દઈશ. તે પ્રકારની ધમકી પણ આપી હતી. જેના કારણે અગાઉ આજથી પાંચ મહિના પૂર્વે કટકે કટકે ફોન પે મારફતે આ પ્રકારના ફોટા વાયરલ નહીં કરવા માટે તેણે યુવતી પાસેથી બળજબરીપૂર્વક 20,000 રૂપિયા પડાવી લીધા હતા.