ગુજરાતમાં અભયમને દર 5 મિનિટે 1 ઘરેલુ હિંસાનો કોલ મળે છે

ગુજરાતમાં મહિલાઓ સાથે ઘરેલું હિંસાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. એક અહેવાલ મુજબ 30 સપ્ટેમ્બર સુધી અભયમ 181 મહિલા હેલ્પલાઈને રાજ્યભરમાંથી ઘરેલુ હિંસા સંબંધિત 74,949 કોલ્સ પ્રાપ્ત થયા હતા, આમ હેલ્પલાઇનને દરરોજ સરેરાશ 276 કોલ અથવા દર પાંચ મિનિટે એક કોલ મળ્યો હતો. કોવિડ સમયગાળા દરમિયાનના વર્ષ 2020 અને 2021 માં અનુક્રમે 181 અને 218 સરેરાશ દૈનિક કોલ નોંધાયા હતા.
અભયમ 181 મહિલા હેલ્પલાઈને મળતા કોલ્સની સંખ્યામાં વર્ષ 2020 કરતા 2021માં 20%નો વધારો નોંધાયો હતો. જયારે વર્ષ 2022માં અગાઉના વર્ષ કરતા 10%નો વધારો થયો. ત્યાર બાદ વર્ષ 2023માં સપ્ટેંબર મહિના સુધીમાં 17%નો વધારો નીધાયો નોંધાયો હતો. એકંદરે, 2021 ની તુલનામાં, રાજ્યમાં વર્ષ 2023માં સપ્ટેમ્બર સુધી 27% નો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેર માટે 2021 અને 2023 ની વચ્ચે સરેરાશ દૈનિક કોલની સંખ્યમાં 44% જેટલો વધારો નોંધાયો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ નોંધાયેલા એક કેસ સામે, ઘણા એવા કેસો હશે કે જેની નોંધણી કરવામાં આવી નહીં હોય. તેનું કારણ સંબંધોમાં સુધરા આશાથી લઈને સામાજિક દબાણ સુધી હોઈ શકે છે. ઘરેલું હિંસા માટે નાણાકીય તકલીફ હંમેશા મુખ્ય કારણ રહે છે, પરંતુ લગ્નેતર સંબંધો, તણાવ ઘરેલું ઝઘડા માટે જવાબદાર અન્ય પરિબળો છે. પતિઓની દારૂ પીવાની ટેવને કારણે ઘરેલું હિંસના કેસો નોંધાય છે.