ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી, ગરબા આયોજકોની ચિંતા વધશે...
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી, ગરબા આયોજકોની ચિંતા વધશે…

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિની શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

નવરાત્રિ પહેલા વરસાદની આગાહી ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં વધારો કરી શકે છે. નવરાત્રિ પૂર્વે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી
આજ રોજ હવામાન વિભાગના મુજબ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે.

ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા-નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદી માહોલને કારણે નવરાત્રિનું આયોજન કરતા આયોજનમાં અવરોધ સર્જાઈ શકે તેવી શક્યતા છે.

આ વખતે વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ અમદાવાદમાં શુક્રવારના રોજ આકાશમાં 56 ટકા સુધી વાદળછાયા રહેવાના છે અને 0.7 એમએમ વરસાદ પડવાની શક્યતા જણાવાઈ છે. સામાન્ય રીતે આ સમય વરસાદની વિદાયનો છે.

તારીખ 15 સપ્ટેમ્બર પછી વરસાદ મોટા ભાગે વિદાય લઈ લેતો હોય છે પરંતુ આ વખતે મેઘરાજા હજી પણ મહેરબાન થઈ શકે છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા પણ નવરાત્રિ દરમિયાન વરસાદ થશે તેવી આગાહી કરી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button