આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

પર્ફોર્મન્સમાં Rihanaaના ફાટી ગયેલાં ડ્રેસની કિંમત જાણશો તો…

Anant Ambani-Radhika Merchantના પ્રિ-વેડિંગ બેશમાં એક પર્ફોર્મન્સના 70-75 કરોડ રૂપિયા લેનારી પોપસ્ટાર Rihanaa પર્ફોર્મન્સ દરમિયાન ફાટી ગયેલા ડ્રેસને કારણે વધારે ચર્ચામાં રહી હતી. રિહાના ચાલુ પર્ફોર્મન્સમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બનવા છતાં પણ તેણે પોતાનું પર્ફોર્મન્સ ચાલુ જ રાખ્યું હતું એ જોઈને લોકો તેના આત્મવિશ્વાસના કાયલ થઈ ગયા હતા. પરંતુ શું તમને ખબર છે રિહાનાના આ ડ્રેસની કિંમત કેટલી હતી? ચાલો આજે તમને એના વિશે જણાવીએ..

પ્રિ-વેડિંગ સેલિબ્રેશનના પહેલાં દિવસે રિહાનાએ પોતાના ધાસ્સુ પર્ફોર્મન્સ વખતે જે ડ્રેસ પહેર્યો હતો તે ખૂબ જ ખાસ હતો અને હવે રિહાના તો જતી રહી છે પણ તેનો આ લૂક હજી પણ ચર્ચામાં છે. ઈન્ડિયામાં પોતાના પહેલાં પર્ફોર્મન્સ માટે રિહાનાએ ઈટાલિયન ડિઝાઈનરની લગ્ઝરી બ્રાન્ડ The Atticoનો ડ્રેસ પહેર્યો હતો.

આ ડ્રેસને ખાસ રિહાના માટે કસ્ટમાઈઝ કરવામાં આવ્યો હતો અને ગ્રીન કલરની લેસ ડ્રેસ પર માઈક્રો સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સ જડવામાં આવ્યા હતા જે ખૂબ મોંઘા હોય છે. ગ્રીન કલરના ડ્રેસ સાથે રિહાનાએ પિંક કલરની હેટ પણ કેરી કરી હતી જેમાં પિંક કલરની બલુન સ્ટાઈલ કેપ પણ એટેચ્ડ કરવામાં આવી હતી. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર રિહાનાના આ ડ્રેસની કિંમત લાખો રૂપિયામાં હતી.

રિહાનાના આ ડ્રામેટિક હેડપીસે તેના લૂકને અલ્ટ્રા ગ્લેમરસ બનાવ્યો હતો. આ ડ્રેસ સાથે રિહાનાએ ઈન્ડિયન જ્વેલરીને સ્ટાઈલ કરીને પોતાના લૂકને ફ્યુઝન ટચ આપ્યો હતો. મલ્ટીલેયર નેકલેસમાં ઘણા બધા ડાયમંડ જડવામાં આવ્યા હતા અને એની સાથે રિહાનાએ મેચિંગ સ્ટડ ઈયરરિંગ્સ પહેર્યા હતા.

ડ્રામેટિક સ્મોકી આઈ મેકઅપ, ન્યુડ લિપસ્ટિક, ગ્લોઈંગ બેસમાં રિહાએ પોતાની સિંગિગ અને લૂકથી ઝલવો બિખેર્યો હતો. લોકોને તેનું પર્ફોર્મન્સ અને લૂક ખૂબ જ પસંદ પડ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button