(function () { const isHomepage = window.location.pathname === "/"; const isCategoryPage = window.location.pathname.includes("News"); if (isHomepage) { _taboola.push({ homepage: "auto" }); } else if (isCategoryPage) { _taboola.push({ category: "auto" }); } else { _taboola.push({ category: "auto" }); } !(function (e, f, u, i) { if (!document.getElementById(i)) { e.async = 1; e.src = u; e.id = i; f.parentNode.insertBefore(e, f); } })( document.createElement("script"), document.getElementsByTagName("script")[0], "//cdn.taboola.com/libtrc/thebombaysamachar/loader.js", "tb_loader_script" ); if (window.performance && typeof window.performance.mark === "function") { window.performance.mark("tbl_ic"); } })();
આપણું ગુજરાત

ભૂત રડે ભેંકાર: 15 વર્ષ પહેલા બનેલા મકાનોની ફાળવણી જ ના થઈ, હવે 180 કરોડ ‘ધબાય નમ: ‘

ગુજરાતનાં મુખ્યમંત્રી પદે જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે અમદાવાદનાં ઔધોગિક વિસ્તાર એવા વટવામાં EWS આવાસ યોજના હેઠળ અંદાજે 180 કરોડના ખર્ચે બનેલા આવાસ હવે મહાપાલિકા જમીનદોસ્ત કરી નાખવાના નિર્ણય પર આવ્યું છે. તમે જાણો છો આવું કેમ થયું ? આવાસો બનીને તૈયાર થઈ ગયા હતા પણ કોણ જાણે કેમ ? ફાળવણી જ ના થઈ.

15 -15 વર્ષ સુધી તાબૂતની જેમ ઉભેલા આ મકાનો ત્રિવિધના તાપ સહન કરતાં ઊભા ઊભા આમ જ ખંડેર બની ગયા. લોખંડના સળિયા બહાર આવી ગયા,અને અધુરામાં પૂરું અસમાજિક તત્વો મકાનમાથી સળિયા,ટાઇલ્સ પાઇપો બહુ જ ઉસેડી ગયા. મહાપાલિકાના સતાધીશો કે રાજયના વહીવટી તંત્રને બિલકુલ ધ્યાન જ ના રહ્યું કે, તૈયાર મકાનોની ફાળવણી લાભાર્થીઓને કરવાની છે.

હવે જ્યારે મહાનગર ર્પાલિકાની સ્ટેન્ડિંગ સમિતિ એ મકાનો તોડવા માટે મંજૂરી આપી દીધી છે તે પહેલા તો 70 ટકા મકાનો તોડી જ પાડવામાં આવ્યા છે. દોઢ દાયકાથી આવાસો બનીને ઊભા ઊભા જ જર્જરિત થયા બાદ અને હવે તોડવાનું નક્કી કરવામાં કરાયું છે.

આપણ વાંચો: ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના અમલમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય-મુખ્યમંત્રી પટેલ

ઊભા ઊભા જ જર્જરિત થઈ ગયાં

અમદાવાદનાં ઔધોગિક વિસ્તાર વટવામાં 15 વર્ષ પૂર્વે તૈયાર થયેલા 180 કરોડના ખર્ચે બનાવેલા આવાસ ફાળવવામાં આવ્યા નહીં જેના કારણે અસામાજિક તત્વો દ્વારા સળિયા ટાઇલ્સ પાઇપ પણ ઉખાડીને લઈ જવામાં આવ્યા કે જેથી ત્યાં કોઈ રહી શકે નહીં તો પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ કે પીલરના સળિયા અને કોંક્રિટ કાઢી લેવામાં આવતા સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો જેથી હવે મનપા એ 180 કરોડ ના ખર્ચે બનેલા આ આવાસ તોડવાનો નિર્ણય કર્યો છે.

ગરીબોના મકાનના નામે ભ્રષ્ટાચાર ? શહેઝાદખાન

ગરીબોના આવાસના નામે અમદાવાદ મહાનગર પાલિકામાં રીતસર કૌભાંડ ચાલતું હોય તેવો દાખલો વટવાના આવાસોએ બેસાડયો છે. જેમાથી મોટા પાયે ભ્રષ્ટાચારની પણ બૂ આવે છે.

કોંગ્રેસ નાથા શહેઝાદ ખાન પઠાણે તીખો પ્રહાર કરતાં ઉમેર્યું કે,15 વર્ષ થયા આવાસ બને પરંતુ લાભાર્થી નાગરિકોને મકાનની ફાળવણી જ ના થાય તે કેવું અંધેર ? શું વહીવટી તંત્ર એ જ ભૂલી ગયું કે આવી કોઈ યોજનામાં મકાનો બન્યા છે ? મતલબ એ કે આવાસ ફાળવણીનું કોઈ ઉદઘાટન પણ નથી થયું ? 15 વર્ષે નિર્ણય લેવાતા પહેલા જર્જરિત મકાનો 70 ટકા તોડી પાડવામાં આવ્યા છે. બાદમાં સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય કરે છે કે હવે આ આવાસો તોડી પાડો. જનતાના નાણાંનો આટલો મોટો વ્યય ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button