આપણું ગુજરાત

હિંમતનગરના માથાસુલિયા ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત અને 2 ઘાયલ

હિંમતનગરઃ હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે. આ હાઈવે પર કાર પલટી જતાં અકસ્માત સર્જાયો છે. મળતી વિગતો પ્રમાણે આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હિંમતનગરના માથાસુલિયા ગામ પાસે આ અકસ્માત સર્જાયો છે. ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને આગળની તપાસ હાથ ધરી છે.

સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાથી આ અકસ્માત સર્જાયો

પ્રાથમિક માહિતી પ્રમાણે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાથી આ અકસ્માત સર્જાયો છે. કાર શામળાજીથી અમદાવાદ તરફ જઈ રહી હતી. આ તમામ લોકો અમદાવાદના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાં 3 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોની હાલત વધારે ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : રાજકોટમાં બારમા ધોરણનો વિદ્યાર્થીનું વોલીબોલ રમતા રમતા મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…

પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનો પણ જાણ કરવામાં આવી

મૃતકોની વાત કરવામાં આવે તો, કાર ચાલક આકાશ જયેન્દ્રભાઈ પરીખ, જય પટેલ અને વિશાલ ચંદુભાઈ પટેલનું અકસ્માતમાં મોત થયું છે. મૃત્યુ પામેલા તમામ પુરુષોની ઉંમર આશરે 35 વર્ષ હોવાની પોલીસે પ્રાથમિક માહિતી આપી છે. પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનો પણ જાણ કરી દેવામાં આવી છે. પરિજનોના આવ્યાં બાદ મૃતકોની ઓળખ કરવામાં આવશે અને આગળની વિગતો આપવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. પોલીસ દ્વારા અકસ્માત અંગની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button