આપણું ગુજરાત

ભારે કરી! ધોધમાર વરસાદને કારણે અમદાવાદમાં યોજાયું નંબરપ્લેટોનું પ્રદર્શન!

અમદાવાદ શહેરમાં ગત રવિવારે અતિભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે આખું શહેર જળબંબાકાર થઇ ગયું હતું. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થતા અનેક વાહનો તેમાં ફસાયા હતા અને શહેરના રસ્તા પર બંને તરફ હિલોળા લેતાં પાણી વચ્ચે અસંખ્ય વાહનો બંધ પડી ગયા હતા. અનેક નાના-મોટા વાહનોની નંબર પ્લેટો તૂટી ગઈ હતી, તો કેટલાક વાહનોની નંબર પ્લેટો ખરી પડી હતી.

આખો દિવસ અને રાત સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવ્યા બાદ સોમવારની સવાર સુધી માહોલ શાંત પડતા ધીમે ધીમે રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી ઓસરવા લાગ્યા હતા અને નંબરપ્લેટો કે જે વાહનો પરથી ખરીને કે તૂટી પડીને પાણીમાં તણાઇ હતી તે રસ્તા પર વેરવિખેર હાલતમાં જોવા મળી હતી. જેને લઇને કેટલાક સેવાભાવી વૃત્તિના શહેરીજનોએ પ્લેટો એકત્રિત કરીને ફૂટપાથ પર એક ઠેકાણે મુકી હતી. મોટી સંખ્યામાં એકસાથે નંબરપ્લેટો મુકાયેલી જોવા મળતા જાણે નંબરપ્લેટોનું પ્રદર્શન યોજાયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.

તો બીજી તરફ કેટલાક શહેરીજનોએ આરટીઓ પર બેદરકારીના આક્ષેપ પણ લગાવ્યા છે. વાહનચાલકો પાસેથી મસમોટી રકમ વસૂલ કરી આરટીઓ વિભાગ વાહનોમાં તકલાદી નંબર પ્લેટ લગાડી દેતું હોવાની ફરિયાદો લોકોમાં ઊઠવા પામી હતી. જે વરસાદના પાણી અથડાતા જ વાહનોમાંથી ખરી પડતા હવે વરસાદ બાદ ખોવાયેલી નંબરપ્લેટો શોધવા જવાની નવી તકલીફ અમદાવાદીઓએ ભોગવવાની નોબત આવી છે તેવું લોકો કહી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા