આપણું ગુજરાત

મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જમ્યા બાદ 9 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી

બનાસકાંઠા: પાલનપુરમાં આવેલી સિવિલ મેડીકલ કોલેજમાં ભણતી 9 વિદ્યાર્થીનીઓને હોસ્ટેલનું ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના હોસ્ટેલ મેનેજમેન્ટ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.

તમામ વિદ્યાર્થીનીઓના માતાપિતાને ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે. જો કે એકસાથે આટલી બધી વિદ્યાર્થીનીઓની તબિયત બગડતા હોસ્ટેલ-મેસમાં હલકી ગુણવત્તાનું ભોજન અપાય છે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે. સરકારી કોલેજમાં હોસ્ટેલમાં રહીને ભણતા વિદ્યાર્થીઓને કથળેલી ગુણવત્તાનું ભોજન મળવું એ રાજ્યમાં ઘણીવાર ચર્ચાનો વિષય બનતો હોય છે, જો કે સ્થાનિક તંત્ર તરફથી કોઇ નક્કર પગલા લેવાતા નથી.

બનાસકાંઠા પહેલા ગત ઓગસ્ટ મહિનામાં આવી જ ઘટના વડોદરામાં જોવા મળી હતી જેમાં શહેરના દરજીપુરા ખાતે આવેલી રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓ માટેની આદર્શ નિવાસી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી અને તેના પગલે 12 જેટલી વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ હોસ્ટેલમાં રહેતી તમામ વિદ્યાર્થિનીઓ ડરી ગઈ હોવાથી પોતાના ઘરે પાછી જતી રહી હતી. કેટલાક વાલીઓ સ્કૂલમાં તપાસ કરવા પહોંચ્યા હતા અને તેમણે જાતે હોસ્ટેલમાં સડેલા શાકભાજી તથા અન્ય હલકી ગુણવત્તાવાળા અનાજનો જથ્થો જોયો હતો. આ પછી વાલીઓએ વોર્ડન બદલવાની તથા ભોજન પૂરું પાડતી એજન્સીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button