આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

‘હી કચ્છ જો માભો, બિયો કુરો’; એક તરબૂચ 51 હજારનું

વાંચીને તમને પણ વિચાર આવશે કે,એસા ભી હોતા હૈ ? પણ હા, ખેતી પ્રધાન દેશમાં આત્મનિર્ભર એક કચ્છી ખેડૂતે જે વાવેતર કર્યું અને રાજ્યના ખેડૂતો માટે પ્રગતિનો આ રીતનો રાજમાર્ગ કંડાર્યો છે. ગુજરાતનાં આજ સુધીના ઈતિહાસમાં એક જ તરબૂચ રૂપિયા 51 હજારના ભાવે વેંચાય તે સાંભળીને તમે હૃદય ધબકારો ચૂકી જાઓ તો પણ નવાઈ નહીં.

વાત છે કચ્છી માડુંની, અને ખેતીની કચ્છીયતની . કચ્છના ભૂજ જિલ્લામાં 18 કિલોમીટરના અંતરે આવેલા અટલ નગરના ખેડૂત હરિભાઇ ગાંગલ એ જે કરી બતાવ્યુ તે દેશના ખેડૂતો માટે પ્રેરણા રૂપ છે. સામાન્ય રીતે ઉનાળાની ધોમધખતી સિઝનમાં તરબૂચના કિલોના ભાવ રૂપિયા 20 કે 30ના ભાવે મળતા હોય છે.પરંતુ હરિભાઈના માનવ ફાર્મમાં એવું તરબૂચ પાક્યું જે અચરજ કે કૌતુકથી જરા પણ ઓછું નથી. હરિભાઈના ફાર્મનું એક તરબૂચ રૂપિયા 51 હજારના ભાવે ખરીદવામાં આવ્યું છે.

માનવ ફાર્મમાં 160થી પણ વધારે ટેટી -તરબૂચની વેરાઈટીઓનું વાવેતર છે જ્યાં ખેતરમાં જ એક તળાવ બનાવી ખેડૂતે પોતાની ઉધ્યમશીલતાનો પરિચય આપ્યો. ત્યાર બાદ ગુજરાતનાં અલગ-અલગ જગ્યાના બધા જ ખેડૂતોને સફળતા પ્રાપ્ત થાય તે હેતુસર એક મોટી બેઠકનું આયોજન પણ કરાયું હતું. આ બેઠકમાં ગીર સોમનાથ,જૂનાગઢ, બોટાદ, રાજકોટ ,મોરબી અમદાવાદ, ડીસા સહિતના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છના હરિભાઇ ગાગલના આ ઉધ્યમને પ્રોત્સાહિત કરવા એક જાણીતી કંપનીએ એક તરબૂચના રૂપિયા 51 હજાર ચૂકવીને ગુજરાતનાં બીજા કૃષિકારોને આવી ખેતી તરફ વાળવા ઉત્સાહિત કરવા પ્રયાસ કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button