અમદાવાદઆપણું ગુજરાત

“ઘાટ કરતા ઘડામણ મોંધુ ” Ahmedabad માં 42 કરોડમાં બનાવેલો હાટકેશ્વર બ્રિજ 52 કરોડમાં તોડી પડાશે

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં ઘાટ કરતા ઘડામણ મોંધુ કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લોકોના સરળ પરિવહન માટે પૂર્વ વિસ્તારમાં બનવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજને નબળા બાંધકામને લીધે સાત જ વર્ષમાં તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અચરજ પમાડે તેવી બાબત એ છે કે રૂપિયા 42 કરોડમાં બનાવેલો આ બ્રિજ 52 કરોડમાં તોડી પાડવામાં આવશે.

રાજસ્થાનની કંપનીને વર્ક ઓર્ડર અપાયો

અમદાવાદના પુર્વ વિસ્તારમાં આવેલો જર્જરિત હાટકેશ્વર બ્રિજ છેલ્લા બે વર્ષથી બંધ છે. આ બ્રિજને તોડવા માટે ચાર વખત ટેન્ડર બહાર પાડ્યા છે. પરંતુ ત્રણ ટેન્ડરમાં કોઈ કંપની આ જર્જરિત બ્રિજને તોડવા તૈયાર નથી. આખરે ચોથી વખત સમગ્ર પ્રક્રિયા પસાર કર્યા બાદ ફરી એકવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનની કંપની રૂપિયા 52 કરોડનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત પુલને તોડી પાડવાની તૈયારી કરી રહી છે.

પ્રથમ બે ટેન્ડરમાં કોઈ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો નહી

અમદાવાદનો જર્જરિત હાટકેશ્વર બ્રિજ 2022થી બંધ છે. ત્યાર બાદ આ પુલ તોડવા માટે અત્યાર સુધીમાં ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ જર્જરિત બ્રિજના ડિમોલિશન માટે બહાર પાડવામાં આવેલા પ્રથમ બે ટેન્ડરમાં કોઈ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો ન હતો. જ્યારે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે મહારાષ્ટ્રના એક કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું હતું પરંતુ અંતે તે પણ કેન્સલ થઇ ગયું હતું.

હાટકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવશે

જેથી કોર્પોરેશને ચોથી વખત આ બ્રિજ તોડી પાડવા ટેન્ડર બહાર પાડ્યું હતું. અંતે રાજસ્થાનના કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે. આ પુલને તોડી પાડવા માટે રૂપિયા 52 કરોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જે બાદ હવે આખરે હાટકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે.

કપંનીએ બ્રિજની આયુ 100 વર્ષનો દાવો કરાયો હતો

અમદાવાદ મનપા માટે ગળાનો કાંટો બની રહેલો શહેરનો જર્જરિત હાટકેશ્વર બ્રિજ વર્ષ 2017માં અજય ઈન્ફ્રા નામની કંપની દ્વારા રૂપિયા 42 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. ત્યારે અજય ઈન્ફ્રાએ દાવો કર્યો હતો કે આ બ્રિજની આયુ 100 વર્ષ હશે. પરંતુ તેના નિર્માણના 5 વર્ષ બાદ જ આ બ્રિજની મજબૂતાઈ પર સવાલો ઉઠવા લાગ્યા હતા, આ બ્રિજની સ્ટેબિલિટી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

પાંચ વર્ષમાં પુલ જર્જરિત થઈ ગયો

વિવિધ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા અહેવાલો અનુસાર, આ પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયા બાદ આ પુલને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી.

ખર્ચ કંપની અજય ઈન્ફ્રા પાસેથી વસૂલવામાં આવશે

વર્ષ 2017માં રૂપિયા 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો ખર્ચ રૂપિયા 52 કરોડ થવાનો અંદાજ છે. આગામી બે સપ્તાહમાં તમામ નિયમો મુજબ પુલ તોડી પાડવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવશે. આ પુલને તોડવામાં 18 મહિનાનો સમય લાગશે. જેના માટેનો ખર્ચ આ બ્રિજ બનાવનારી કંપની અજય ઈન્ફ્રા પાસેથી વસૂલવામાં આવશે.

Also Read –

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker