Gujarat માં આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં હળવા વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાત દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. જેમાં આજે રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં થવાની આગાહી છે. જેમાં પોરબંદર, જામનગર, દાહોદ, સુરત સહિત આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવામાં આવી છે.
આજે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાત દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે તે પછીના બે દિવસ ડ્રાય રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
આજે સવારે જાહેર કરેલા આગાહીના નોટિફિકેશન મુજબ આગમી ત્રણ કલાકમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
Also Read –