‘સ્વચ્છતા હી સેવા’ઝુંબેશ થકી અમદાવાદ વહીવટી તંત્ર PM મોદીને કહેશે 'હેપ્પી બર્થ ડે'! | મુંબઈ સમાચાર

‘સ્વચ્છતા હી સેવા’ઝુંબેશ થકી અમદાવાદ વહીવટી તંત્ર PM મોદીને કહેશે ‘હેપ્પી બર્થ ડે’!

સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ શરૂ થનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર પણ આ ઝુંબેશ થકી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે સજ્જ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ માટે આયોજન અને પૂર્વતૈયારીઓ ચાલી રહી છે.

જેના ભાગ રૂપે કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક રિજનલ મ્યુનિ. કમિશનર રવીન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે અને અધિક નિવાસી કલેક્ટર સુધીર પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આપણ વાંચો: તમને સ્વચ્છ શહેર ક્યાંથી મળેઃ નગરસેવિકાએ સ્વચ્છતા રાખવા અપીલ કરી તો આખો પરિવાર તેનાં પર તૂટી પડ્યો

'Happy Birthday' to PM Modi through 'Swachhata Hi Seva' campaign!

આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રાંત અધિકારીઓ તથા નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓને સમગ્ર અભિયાનની રૂપરેખા સમજાવવામાં આવી હતી અને સ્વચ્છતા અભિયાનની દુરોગામી અસર સર્જાય એવી રીતે આયોજનબદ્ધ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન રસ્તાઓ, હાઇવે, જાહેર માર્ગો, રેલવે અને બસ સ્ટેશન સહિત જાહેર પરિવહનનાં સ્થળો, નદી, નાળાં, તળાવના કાંઠા સફાઈ, મુખ્ય માર્ગો, બજાર, ચોક, મહાનુભાવોની પ્રતિમાઓ, સર્કલ, સરકારી અને જાહેર સાહસની કચેરીઓ, નગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારો, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો સહિતનાં સ્થળોની સઘન સફાઈ હાથ ધરાશે.

સંબંધિત લેખો

Back to top button