મોરબીના હળવદમાં ઢોંગી ભૂવાનો પર્દાફાશ: 10 વર્ષથી સંતાનપ્રાપ્તિના નામે ફેલાવતો હતો અંધશ્રદ્ધા

હળવદઃ ગુજરાતભરમાં જ્યા પણ લોકોને ભરવાની અંધશ્રદ્ધાનું કામ ચાલી રહ્યું હોય ત્યાં વિજ્ઞાન જાથાની ટીમ જાય છે અને તપાસ કરી છે. વિજ્ઞાન જાથાએ મોરબીના હળવદમાં વધુ એક ઢોંગી ભૂવાનો પર્દાફાશ કર્યો હતો. આ ઢોંગી ભૂવો લોકોને ભરમાવીને અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો હતો. આ ભૂવા સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે.
ભૂવો છેલ્લા 10 વર્ષથી લોકોને ભરમાવતો હતો
હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજામાં એક ભૂવો ઢોંગ કરી લોકોને ભરમાવતો હોવાનું વિજ્ઞાન જાથાના ધ્યાને આવ્યું હતું. અહીં ફિરોજભાઈ સંધિ પોતાને ભૂવો ગણાવીને છેલ્લા 10 વર્ષથી લોકોની આસ્થા સાથે રમત રમી રહ્યો હતો. ઘરમાં માતાજીનો મઢ નાખીને લોકોના દુઃખદર્દ મટાડી આપે છે તેવા દાવા પણ કરતો હતો. એટલું જ નહીં પરંતુ દર રવિવારે અને મંગળવારે લોકોના દુઃખ જોવાનું કામ પણ કરતો હતો. આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથાને જાણ થઈ હતી.
આ પણ વાંચો : વધુ એક અંધશ્રદ્ધાનો પુરાવોઃ ભૂત વળગ્યું હોવાનું કહીને દર્દીના સગાનો ડોક્ટર પર હુમલો
સંતાનો થશે તે માટે માતાજીની બાધા રખાવતો આ ભૂવો
મેરુપરની વાડીના રસ્તેથી પોતાને માતાજી મળ્યા હોવાનો દાવો કરીને ઘરમાં મઢની સ્થાપના પણ કરેલી છે. લોકોને અહીં બાધા રાખવાથી સંતાનો થશે તેવી અંધશ્રદ્ધા પણ ફેલાવી રહ્યો હતો. વિજ્ઞાન જાથાની ટીમ ફિરોજભાઈ સંધિના ઘરે પહોંચીને આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. આ સાથે હવેથી અંધશ્રદ્ધા ફેલાવવાનું, લોકોને બ્રહ્મમાં નાખવાનું, મોગલ માની માનતા રાખવાનું અને મંગળવારની ટેક રાખવાનું બંધ કરાવવા માટે પણ વિજ્ઞાન જાથાએ જણાવ્યું હતું. વિજ્ઞાન જાથાની ટીમ આવતા ભૂવાએ પોતાના ઢોંડનો સ્વીકાર પણ કરી લીધો હતો.
આ પણ વાંચો : ગુજરાતના વલસાડમા અંધશ્રદ્ધાએ વધુ એક યુવતીનો ભોગ લીધો, ભૂવાએ ડામ આપ્યા બાદ મોત
લોકોને આસ્થા સાથે ખિલવાડ કરવા માટે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિરોજભાઈ સંધિ સામે જાથાની ટીમના મહિલા સભ્ય દ્વારા ગુનો નોંધાવવામં આવ્યો હતો. આ સાથે પોલીસ આ મામલે કાર્યવાહી કરે તે માટે લેખિતમાં અરજી આપી હતી. હળવદ પોલીસ દ્વારા આ ઢોંગી ભૂવા ફિરોજભાઈ સંગિ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.