આપણું ગુજરાત

ગુજરાતની વર્કફોર્સમાં વધારો, ગામડામાં રોજગારી ઘટી શહેરોમાં વધી: સર્વેના તારણો

જાહેર થયેલા એક સર્વે મુજબ ગુજરાતમાં વર્ક ફોર્સમાં 5 વર્ષ દરમિયાન 8.5% વધારો નોંધાયો છે. જુલાઈ 2022 થી જૂન 2023ના સમયગાળાને આવરી લેતા પીરીયોડીક લેબર ફોર્સ સર્વે(PLFS)ના નવા સંસ્કરણ મુજબ રાજ્યમાં કુલ લેબર ફોર્સ પાર્ટીસીપેશન રેટ (LFPR) 48.1%  હ્યો હતો, જેનો અર્થ છે કે રાજ્યની લગભગ અડધી વસ્તી પેઇડ આર્થિક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે. સર્વેક્ષણના 2018-19 રાઉન્ડમાં LFPR 39.6% હતો, આમ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં વર્કફોર્સમાં 8.5 ટકા પોઈન્ટનો વધારો નોંધાયો છે.

સર્વે મુજબ રાષ્ટ્રીય સ્તરે વર્કફોર્સમાં 4.9 ટકાનો વધારો નોંધાયો હતો, જે ગુજરાતના લેબર ફોર્સમાં વધારા કરતા ઓછો છે. રાષ્ટ્રીય સ્તરે LFPR 2018-19માં 37.5% હતો જે 2022-23માં 42.4% થયો હતો. સર્વે મુજબ ગુજરાતમાં 15 થી 29 વર્ષની વય જૂથમાં LFPR 52.9% રહ્યો હતો, જે 44.5% ની રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. રાષ્ટ્રીય સ્તરે 15 થી 59 વર્ષના વયજૂથના વર્કફોર્સમાં બેરોજગારીનો દર 1.8% હતો, જે 2018-19માં વધીને 3.4% હતો.

સર્વેક્ષણના કેટલાક રસપ્રદ કારણો પર નજર કરીએ તો ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં 2018-19માં સેલ્ફ-એમ્પ્લોઇડ વર્કફોર્સ 61% હતી, જે 2022-23માં ઘટીને 52% થઈ ગઈ. ગ્રામીણ વસ્તીના પ્રાથમિક રોજગાર કૃષિ ક્ષેત્રે વર્કફોર્સ વર્ષ 2018-19માં 47.8% નોંધાઈ હતી જે 2018-19માં 39.2% નોંધાઈ હતી. આ કૃષિ ક્ષેત્રે વર્કફોર્સમાં પાંચ વર્ષ દરમિયાન 8.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે રાજ્યમાં વધી રહેલા શહેરીકરણને દર્શાવે છે, ઉપરાંત પ્રાથમિક ક્ષેત્રોમાં ઓછી તકોને પણ દર્શાવે છે.

બીજી તરફ ગુજરાત રાજ્ય તેની ઉદ્યોગસાહસિક માટે જાણીતું છે. પરંતુ શહેરી વિસ્તારોમાં પણ સેલ્ફ-એમ્પ્લોઇડ વર્ક ફોર્સમાં પણ ઘટાડો નોંધાયો છે. 2018-19માં કુલ શહેરી વર્કફોર્સ માંથી પોતાને સેલ્ફ-એમ્પ્લોઇડ તરીકે ઓળખાવનારા 36.8% હતા જે  2022-23માં 32.2% થયા હતા. બીજી તરફ, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં નિયમિત વેતન અથવા પગાર મેળવતા લોકોમાં અનુક્રમે 1.2 અને 9.8 ટકાનો વધારો થયો છે. જે દર્શાવે છે કે લોકો સ્થાયી આવક ધરાવતા કામ કે નોકરીઓ તરફ વળી રહ્યા છે.

સેક્ટર મુજબ જોઈએ તો પાંચ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ, વનસંવર્ધન અને માછીમારી સંબંધિત વર્કફોરમાં 4.7 ટકાનો ઘટાડો થયો છે, બીજીતરફ જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વર્ક ફોર્સમાં 5.1% અને કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં 3.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ લઘુત્તમ વેતનમાં વધારો એકંદરે વર્કફોર્સમાં વધારા માટે એક મહત્વપૂર્ણ પરિબળ રહ્યું છે. એક સેમી સ્કીલ્ડ મજૂરને રોજના લગભગ રૂ. 500 મળે છે, જે ખેત મજૂરી કરતા વધારે છે. કોવિડની અસરને એક પરિબળ તરીકે ગણી શકાય છે. કેમકે કોવિડ બાદ ઘરના સામાન્ય ખર્ચને પહોંચી વળવા મહિલાઓ અને નાના બાળકોને કામ પર જોડાવાની ફરજ પડી છે.  

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત