આપણું ગુજરાતનેશનલ

ગુજરાતની છોરી જીતી ગઇ મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ

ભારતીય સુંદરી રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 સ્પર્ધા જીતી લીધી છે. મિસ યુનિવર્સ 2015ની વિનર અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો.

રિયાએ 50થી વધુ સ્પર્ધકોને હરાવીને આ તાજ જીત્યો હતો. ગુજરાતની રિયા સિંઘા હવે આ વર્ષના અંતમાં મેક્સિકો ખાતે યોજાનાર ગ્લોબલ મિસ યુનિવર્સ 2024 સ્પર્ધાના વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે 22 સપ્ટેમ્બરે રાજસ્થાનના જયપુરમાં યોજાયો હતો.

આ જીત બાદ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા 19 વર્ષની રિયા સિંઘાએ જણાવ્યું હતું કે, “આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ આભારી છું. મેં આ સ્તર સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. મને અગાઉના વિજેતાઓમાંથી પ્રેરણા મળી છે.મિસ યુનિવર્સ ઈન્ડિયાના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી રિયા સિંઘાની તસવીરો જુઓ.

આ સ્પર્ધાના જજોની પેનલમાં નિખિલ આનંદ, અભિનેત્રી અને ભૂતપૂર્વ વિનર ઉર્વશી રૌતેલા, વિયેતનામી સ્ટાર ન્ગ્યુએન ક્વેન, ફેશન ફોટોગ્રાફર રેયાન ફર્નાન્ડિસ અને રાજીવ શ્રીવાસ્તવનો સમાવેશ થતો હતો. ઉર્વશી રૌતેલાએ આશા વ્યક્ત કરી હતી કે ભારત આ વર્ષે ફરી એક વાર મિસ યુનિવર્સનો તાજ જીતશે.

મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો તાજ જીતનારી રિયા સિંઘાની જો વાત કરવામાં આવે તો તે ગુજરાતના અમદાવાદમાં રહે છે. તે ઇ-સ્ટોર ફેક્ટરીના ડિરેક્ટર રીતા સિંઘા અને બ્રિજેશ સિંઘાની દીકરી છે. તેણે પરફોર્મીંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે એક ફેશન ડિઝાઇનર પણ છે, જે સાંસ્કૃતિક અને આધુનિક વારસાનું મિશ્રણ કરવાની કુશળતા ધરાવે છે.

આપણ વાંચો: તો શું સાઉદી મોડેલ ખોટું બોલી? ઇસ્લામિક દેશ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ નથી લઇ રહ્યો

તેણે 2020માં 16 વર્ષની ઉંમરે મોડેલિંગમાં પ્રવેશ કર્યો હતો અને મિસ ટીન ગુજરાતનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ 28 ફેબ્રુઆરી 2023ના રોજ, રિયાએ મેડ્રિડ, સ્પેનમાં મિસ ટીન યુનિવર્સ 2023 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં 25 ઉમેદવારો તેની સામે હરીફાઈ કરી રહ્યા હતા. આમાં તેણે ટોપ 6માં સ્થાન મેળવ્યું હતું.

રિયા અક ખૂબસુરત મોડેલ પણ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તેથી જ તેના સર્કલમાં લોકો તેને સોશિયલ મીડિયા ક્વિનના નામે ઓળખે છે. એના ઇન્સ્ટાગ્રામ પર 40 હજારથી વધુ ફોલોઅર છે. તસવીરોમાં તેની બોલ્ડનેસ અને ખુબસુરતી માટે રિયા હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ફેન્સને એની તસવીરો ઘણી પસંદ આવે છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…