આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ભારે વરસાદથી ગુજરાતના 15 ડેમ છલકાયા, 21 હાઈ એલર્ટ પર; આ રહી સમગ્ર વરસાદની અપડેટ જાણો…

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. અમુક વિસ્તારો હજી પણ વરસાદના કારણે પ્રભાવિત છે. તારીખ 1લી થી 2જી જુલાઈ, 2025 દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં કુલ સરેરાશ 3.29 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે આજ સુધીનો સીઝનલ સરેરાશ 306.39 મિમી વરસાદ થયો છે, જે 34.74% થાય છે.

છેલ્લા 24 કલાકમા ગુજરાતમાં કુલ 3.29 મિમી વરસાદ નોંધાયો
વિસ્તાર પ્રમાણે વરસાદી આંકડાની વાત કરાવમાં આવે તો, હવામાન વિભાગ દ્વારા તારીખ 1 જુલાઈને 2 જુલાઈના આંકડા શેર કરવામાં આવ્યાં છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સરેરાશ 11.80 મિમી વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડામાં 106 મિમી સર્વોચ્ચ વરસાદ નોંધાયો છે. આ સાથે ડોલવાન અને સુબીરમાં પણ સારો વરસાદ નોંધાયો છે. મધ્ય-પૂર્વ ગુજરાતમાં સરેરાશ 1.53 મિમી વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં માત્ર 0.85 મિમી વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલીના કુંકાવાવ-વડિયામાં 14 મિમી અને ગીર સોમનાથના તલાલામાં 2 મિમી વરસાદ નોંધાયા છે. એટલે સૌરાષ્ટ્રમાં આ સીઝનનો 35.24 ટકા વરસાદ પડી ગયો છે.

વલસાડ, ડાંગ, સુરત, તાપી, દાહોદ અને તાપી સૌથી વધારે વરસાદ થયો
કચ્છ વિસ્તારમાં ખાસ વધારે વરસાદ નોંધાયો નથી. જો કે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2.12 મિમી વરસાદ થયો છે. જ્યારે સીઝનનો કુલ 185.73 મિમી એટલે કે 25.84 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદવાળા જિલ્લાઓમાં વલસાડ, ડાંગ, સુરત, તાપી, દાહોદ અને તાપી સમાવેશ થયા છે. રાજ્યમા છેલ્લા 24 કિાકમા 30 જિલ્લાના 89 તાલુકાઓમાં વરસાદ પડયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યાં સરરેાશ 03.29 મીમી વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 15 ડેમ સંપૂર્ણ રીતે પાણીથી ઝલકાયા
વરસાદના કારણે અનેક ડેમો પણ ભરાઈ ગયો છે. તેના આંકડા વિશે વાત કરવામાં આવે તો, ગુજરાત રાજયના અન્ય 206 જળાશયોમા સંગ્રહ 275624 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 49.38 % છે. અત્યારે 15 ડેમ સંપૂર્ણ રીતે ભરાયેલા છે. 38 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાયેલા છે. 36 ડેમો એવા છે જે 50 ટકાથી 70 ટકા ભરાયા છે. જ્યારે અન્ય ડેમોમાં 25 ટકા કરતા પણ ઓછું પાણી આવ્યું છે. 21 ડેમ સંપૂર્ણ ભરાયેલા હોવાથી હાઈ એલર્ટ પર છે. જ્યારે 12 ડેમ એલર્ટ અને 20 ડેમ વોર્નીગ પર હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button