શાણા ગુજરાતીઓ કેમ બને છે સાઈબર ફ્રોડનો શિકાર, રોજના આટલા કેસ

અમદાવાદઃ ગુજરાતીઓ હીસાબ કરવાવાળા, કસાયેલા અને સમજદાર પ્રજા તરીકે ઓલખાય છે, પરંતુ સાઈબર ઠગોએ આ વાત ઘણે અંશે ખોટી પાડી દીધી હોય તેમ માનવામાં આવે છે. આધુનિક યુગમાં ઓનલાઈન ફ્રોડની ઘટના વધી રહી છે. વધુ રૂપિયા કમાવાની લાલચમાં અથવા મોબાઈલ પર અજાણી લીંક પર ક્લિક કરવા જેવી ભૂલોને લીધે ગુજરાતના રહેવાસીઓએ છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 1,555 ગુમાવ્યા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 253 લોકો સાઈબર ક્રાઈમના ભોગ બની રહ્યા છે. ઓનલાઈન ફ્રોડના વધતા જતા બનાવના આંકડા પરથી સાબિત થઈ રહ્યુ છે કે સાઈબર ઠગો સામે પોલીસ પણ એક હદ કરતા વધારે કાર્યવાહી કરી શકતી નથી, કારણ કે ગુનાનું પગેરું મેળવવું જ અઘરું બની જાય છે.
સૂત્રો દ્વારા મળેલા આંકડા અુનસાર ગુજરાતમાં છેલ્લા 4.5 વર્ષમાં જનતાએ કુલ રૂ. 1555 કરોડ ગુમાવ્યા છે તેની સામે પોલીસ માંડ રૂ. 346 કરોડની રકમ રિકવર કરી શકી છે. તેમાં પણ ચાલુ વર્ષની વાત કરીએ તો જુન સુધીમાં જ 147,225 ફરિયાદો હેલ્પલાઈન નંબર 1930 પર નોંધાઈ છે જ્યારે પોલીસ ચોપડે 42 હજાર જેટલી નોંધાઈ છે.
રાજ્યમાં 2024ના વર્ષમાં સાઈબર ક્રાઈમની દરરોજની સરેરાશ 253 ફરિયાદ નોંધાતી હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. રાજ્યમાં 2020 થી 2024ના સાડા ચાર વર્ષમાં સાઈબર હેલ્પલાઈન પર ઓનલાઈન ફ્રોડ અંગે 11.69 લાખ લોકોએ કોલથી ફરિયાદ કરી હતી. સાઈબર ક્રાઈમની 2.80 લાખ ફરિયાદમાં સાઈબર ઠગો પાંચ વર્ષમાં પ્રજાના રૂ. 1555 કરોડ ચાંઉ કરી ગયા હતા જેમાંથી માત્ર રૂ. 346 કરોડ બચાવવામાં પોલીસ સફળ રહી છે.
શેર માર્કેટ અને ઘરે બેઠા કમાણીના ટાસ્ક આપવાના નામે લોકો સાથે મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે. લોકોએ ઓનલાઈન શેરમાર્કેટમાં કમાવવાની લાલચ આપતા તત્વોના ગ્રૂપમાં જોડાવું જોઈએ નહી. જનતાને સાયબર ક્રાઈમથી બચાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા દરેક જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઈમથી બચવા લોકોને જરૂરી સૂચનો કરવામાં આવશે તેમ સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું.
Also Read –