આપણું ગુજરાતનેશનલસ્પેશિયલ ફિચર્સ

WhatsApp cyber fraud: મિત્રને પૈસા મોકલતા પહેલા 100 વાર વિચારજો, સાયબર ક્રિમિનલ્સ અપનાવી રહ્યા છે આ ટેકનીક

અમદાવાદ: સાયબર ક્રિમિનલ્સ લોકો સાથે ઠગાઈ કરવાના અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે, અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ(Cyber crime police)એ સાયબર ક્રિમિનલ્સ(Cyber criminals)ની નવી મોડસ ઓપરેન્ડી અંગે ચેતવણી જાહેર કરી છે, છેતરપિંડી કરનારાઓ કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને છેતરવા માટે WhatsApp એકાઉન્ટ હાઈજેક કરી રહ્યા છે, અને મેડીકલ ઈમરજન્સીનું બહાનું કાઢીને લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસે લોકોને સાવધાન રહેવા ચેતવણી આપી છે.

એક અખબારી અહેવાલમાં ટાંકવામાં આવેલા એક બનાવ મુજબ ઋષિ નામના યુવાનને વોટ્સએપ પર તેના મિત્ર તરફથી મેસેજ આવ્યો, જેમાં જણાવ્યું કે તે મેડિકલ ઈમરજન્સીમાં ફસાયો છે અને તાત્કાલિક પૈસાની જરૂર છે, તેણે તુરંત જ UPI દ્વારા પૈસા મોકલી આપ્યા, જોકે પાછળથી જાણવા મળ્યું કે મેસેજ મોકલનાર વ્યક્તિ તેનો મિત્ર નથી, પરંતુ સાયબર ક્રિમિનલ હતો.

Read This…

આ કૌભાંડનો ભોગ બનનાર ઋષિ એકલો નથી, શહેરમાં આવા અનેક બનાવો બન્યા છે. પોલીસ દ્વારા આવા કેસોમાં વધારો જોવા મળ્યા બાદ ચેતવણી જાહેર કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, બુધવારે આવા 12 અને ગુરુવારે 14 કેસ નોંધાયા છે. પોલીસને એવા સાયબર ફ્રોડનીને લગતી લગભગ 250 ફરિયાદો મળી છે, જેમાં WhatsApp હાઇજેકીંગ કરવામાં આવ્યું હોય છે.

બોપલમાં એક તાજેતરની ઘટનામાં એક બ્રોકરને તેના મિત્ર તરફથી મેસેજ આવ્યો કે તેનો અકસ્માત થતા તબીબી ખર્ચ માટે રૂ. 30,000ની જરૂર છે, તેણે તરત જ પૈસા ટ્રાન્સફર કરી દીધા. બાદમાં, જ્યારે તેણે મિત્રના હાલ જાણવા માટે તેના મિત્રને ફોન કર્યો, ત્યારે તે જાણીને ચોંકી ગયો કે ન તો તેનો મિત્ર અકસ્માત થયો છે અને ન તો તેણે મેસેજ મોકલ્યો હતો.

પોલીસના સાયબર ક્રાઈમ વિભાગના એક અધિકારીએ સમજાવ્યું કે “વોટ્સએપ એકાઉન્ટ્સની ઍક્સેસ મેળવવા માટે, છેતરપિંડી કરનારાઓ બેંક એક્ઝિક્યુટિવ્સ અથવા ઓનલાઈન શોપિંગ સાઈટ પ્રતિનિધિઓ તરીકે ઓળખ આપે છે, તેના ટાર્ગેટ વ્યક્તિને લિંક્સ પર ક્લિક કરવા અથવા QR કોડ સ્કેન કરવા કહે છે, ત્યાર બાદ WhatsApp વેરિફિકેશન કોડ મેળવી લે છે, છેતરપિંડી કરનારના ડિવાઈસ પર ટાર્ગેટનું એકાઉન્ટ નિયંત્રણમાં આવી જાય, ત્યાર બાદ પૈસાની માગ કરતા મેસેજ કોન્ટેક્ટ લીસ્ટના નંબરો પર મોકલે છે, અને છેતરપીંડીએ અંજામ આપે છે.”

પોલીસે જણાવ્યું કે “બીજી એક મોડસ ઓપરેન્ડી મુજબ, છેતરપિંડી કરનારાઓ પીડિતને ફોન કરે છે, કોઈ પણ કારણ રજૂ કરીને OTP માંગે છે. પીડિત એ જાણતો નથી હોતો કે તે WhatsApp એક્ટિવેશન માટેનો OTP છે.”

જાણકારોના જણાવ્યા મુજબ, સાયબર ક્રિમીનલ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને અવાજને ક્લોન કરવાની ક્ષમતા પણ વિકસાવી રહ્યા છે. સાયબર ક્રિમીનલ્સ વૉઇસ નોટ્સ અથવા રેકોર્ડિંગ દ્વારા વૉઇસ સેમ્પલ મેળવી લે છે, જે પછી AI અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને ક્લોનીંગ પ્રોસેસ કરવામાં આવે છે. અવાજનો ક્લોન બનાવી લીધા પછી, તેનો ઉપયોગ પીડિતના કોન્ટેક્ટ લીસ્ટના નંબર્સ પર કૉલ કરવા અને પૈસા માંગવા માટે કરે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker