આપણું ગુજરાતસ્પોર્ટસ

એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતીએ વગાડ્યો ડંકો, ટેબલ ટેનિસમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

પીએમ મોદીએ કરી પ્રશંસાઃ જેવેલિન થ્રોમાં ભારતીય હનીએ જીત્યો ગોલ્ડ મેડલ

હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન પેરા ગેમ્સમાં ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એશિયન પેરા ગેમ્સના ત્રણ દિવસમાં ભારતે કુલ 64 મેડલ જીત્યા હતા. જેમાં 15 ગોલ્ડ, 20 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ગુજરાતની ભાવિના પટેલે શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ગુજરાતી ખેલાડીએ ડંકો વગાડવાને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની પ્રશંસા કરી હતી.

એશિયન પેરા ગેમ્સ 2023માં મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ ક્લાસ 4 ઈવેન્ટમાં ચીનની ઝિયાઓદાનથી પાછળ રહ્યા બાદ ભાવિના પટેલને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

તે સિવાય સુમિત અંતિલે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં એફ64 ભાલા ફેંક સ્પર્ધામાં નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પચીસ વર્ષના સુમિતે 73.29 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે આ વર્ષે પેરિસમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતતી વખતે 70.83 મીટરનો પોતાનો વર્લ્ડ રેકોર્ડ સુધાર્યો હતો. અન્ય એક ભારતીય પુષ્પેન્દ્ર સિંહે આ જ ઈવેન્ટમાં 60.06 મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મેન્સ જેવેલિન થ્રો – એફ 37/એફ 38 ફાઇનલમાં ભારતના હનીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 55.97 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે હનીએ રેકોર્ડ તોડ્યો હતો.

રક્ષિતા રાજુએ મહિલાઓની 1500 મીટર ટી-11 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની સાથે લલિતા કિલાકાએ સિલ્વર મેડલ જીત્યો હતો.ગોળા ફેંકમાં મેન્સ કેટેગરીમાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સોમન રાણાએ 16 મીટર અને હોટોઝ ડેના હોકાટોએ 14.42 મીટર દૂર ગોળો ફેંકીને અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આર્ચરીમાં મેન્સ ડબલ્સ કમ્પાઉન્ડ ઇવેન્ટમાં રાકેશ અને સુરજે સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલા શટલર મનદીપે વિમેન્સ સિંગલ્સ એસએલ3 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. દરમિયાન નારાયણ ઠાકુરે પુરુષોની 200 મીટર ટી35 સ્પર્ધામાં 29.83 સેકન્ડનો સમય લઇને ભારત માટે વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ જ ઈવેન્ટમાં રવિ કુમાર 31.28 સેકન્ડ સાથે 5મા ક્રમે રહ્યો હતો. પુરુષોની 1500 મીટર ટી-13 સ્પર્ધામાં કનહલ્લી શરથ શંકરપ્પા અને બળવંત સિંહ રાવતે અનુક્રમે 4:07.50 અને 4:13.60ના સમય સાથે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

ભારતે પુરુષોની એફ-46 ભાલા ફેંકમાં બીજી ક્લીન સ્વીપ કરી હતી. સુંદર સિંહ ગુર્જરે 68.60 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ વર્લ્ડ અને એશિયન રેકોર્ડ પણ તૂટી ગયા હતા. રિંકુ હુડ્ડાએ 67.08 મીટરના ગેમ રેકોર્ડ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. અજિત સિંહ યાદવે 63.52 મીટરના અન્ય એક રેકોર્ડ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ઝૈનબ ખાતૂને મહિલાઓની 61 કિગ્રા વજન કેટેગરીમાં 85 કિગ્રાનું શ્રેષ્ઠ વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. દરમિયાન, ભારતની એથ્લેટ રાજ કુમારીએ 84 કિગ્રાનું વજન ઉંચકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વૈષ્ણવી પુનિયાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વૈષ્ણવી પુનિયાનીએ એસએફ મેચમાં ઇન્ડોનેશિયા ઓકટિલા સામે 2-0ના ઓછા માર્જિનથી હાર્યા બાદ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે માનસી મહિલા સિંગલ્સ એસએલ ઇવેન્ટમાં ઇન્ડોનેશિયાની ખેલાડી સામે 21-10, 21-14થી હારી ગઈ હતી.

પૂજાએ 18.17 (પીબી) ના થ્રો સાથે વિમેન્સ ડિસ્કસ થ્રો-એફ54/55 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પેરા તીરંદાજ શિતલ દેવી અને સરિતાએ મહિલા ડબલ્સ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

અગાઉ બેડમિંટનમાં મિક્સ્ડ્સ ડબલ્સ એસએલ-3 એસયુ5માં નીતેશ કુમાર અને થુલાસિમથી મુરુગેસની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અગાઉ બેડમિંટન મિક્સ્ડ ડબલ્સ એસએલ 3-એસયુ 5 ઇવેન્ટમાં પેરા શટલર્સ પ્રમોદ ભગત અને મનીષા રામદાસની જોડીએ એશિયન પેરા ગેમ્સ 2022 માં ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

સંદીપ ડાંગીએ ટેબલ ટેનિસ પુરુષોના સિંગલ્સ – વર્ગ 1 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એથ્લેટ્સ હરવિંદર સિંહ અને સાહિલે મેન્સ ડબલ્સ રિકર્વમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દરમિયાન ભારતે બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સમાં એસએલ3-એસયુ5માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નીતિશ કુમાર અને થુલાસીમાથી મુરુગેસનની જોડીએ સારુ પ્રદર્શન કર્યું હતું. બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ એ,એલ3-એસયુએસ ઇવેન્ટમાં પ્રમોદ ભગત અને મનીષા રામદાસે એશિયન પેરા ગેમ્સ 2022માં ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

શ્રેયાંશ ત્રિવેદીએ એશિયન પેરા ગેમ્સ 2022માં ટી-31 200 મીટર સ્પર્ધામાં 25.26 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નારાયણ ઠાકુરે એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 200 મીટર ટી-35 સ્પર્ધામાં 29.83 સેકન્ડનો સમય સાથે ભારત માટે વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ