આપણું ગુજરાતઇન્ટરનેશનલ

ગુજરાતી ઉદ્યોગપતિ રાજીવ રૂપારેલિયાનું યુગાન્ડામાં કાર અકસ્માતમાં મોત

લંડનઃ ગુજરાતીઓ મોટા પ્રમાણમાં વિદેશમાં સ્થાયી થયા છે. મૂળ ગુજરાતી અને યુગાન્ડાના ટોચના ઉદ્યોગપતિ સુધીર રૂપારેલિયાના પુત્ર રાજીવ રૂપારેલિયાનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, 3 મેના રોજ રાજીવ રૂપારેલિયા લંડનથી મિત્રના લગ્નમાં હાજરી આપવા જતા હતા. આ સમયે તેની કાર ફ્લાય ઓવર પર બેરિયર્સ સાથે અથડાઈ હતી. કાર સ્પીડમાં હોવાથી પલટી જતાં તેમાં આગ લાગી હતી. તેઓ કારમાંથી બહાર નીકળી શક્યા નહોતા અને ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

35 વર્ષીય રાજીવ રૂપારેલિયા સમગ્ર રૂપારેલિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હતાં. તેઓ આફ્રિકામાં રિયલ એસ્ટેટ, હૉસ્પિટાલિટી, શિક્ષણ, કૃષિ અને નાણાંકીય વિસ્તારમાં ફેલાયેલું છે. તેમણે થોડા સમય પહેલાં જ પોતાના કાર્યોને આધુનિક બનાવ્યું હતું અને યુગાન્ડામાં હજારો નોકરીનું સર્જન કર્યું હતું. આફ્રિકાના 50 ધનવાનોની યાદીમાં જે ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે, તેમાં રાજીવના પિતા સુધીર રૂપારેલિયાનું નામ પણ સામેલ છે. ધીર રૂપારેલીયા કરોડોની નેટવર્થ સાથે યુગાન્ડાના પહેલાં અને આફ્રિકાના સૌથી ધનિક વ્યક્તિમાં સામેલ છે. રૂપારેલિયાના નિધનના સમાચાર મળતાં જ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

આ પણ વાંચો:  કાશ્મીરમાં મોટો અકસ્માત: આર્મીનું વાહન 700 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button