આપણું ગુજરાત

ગુજરાતનાં હવામાનમાં પલટો, એકતરફ આકરી ગરમી તો બીજી તરફ વરસાદી માહોલ

ગાંધીનગર :ગુજરાતના વાતાવરણમાં (Gujarat Weather) પરિવર્તન આવ્યું છે, એકતરફ રાજ્યમાં આકરો તાપ પડી રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અમુક ભાગોમાં વરસાદની દસ્તક જોવા મળી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રાંતોમાં આકરી ગરમીની વચ્ચે વરસાદી માહોલની અસરો જોવા મળી હતી. રાજ્યના વાતાવરણની આગામી સ્થિતિને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે (Ambalal Patel agahi )પણ આગાહી વ્યક્ત કરી હતી.

ગુજરાતનાં વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે, એક તરફ હીટવેવની આગાહી છે. રાજ્યમાં ભારે તાપ સાથે ગરમી પડી રહી છે અને બીજી તરફ, ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની દસ્તક છે. બે દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહીની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાત, તથા સૌરાષ્ટ્રમાં વરસાદની દસ્તકથી વાતાવરણ પલટાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં થયેલા મતદાનથી પણ આ વખતે ઓછું !

આગામી 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શકયતા આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભારે આંધી વંટોળ રહેવાની શક્યતા છે. ત્યારબાદ 20 મેથી ફરીથી ગરમીનો પારો વધશે અને આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. મંગળવાર અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો, તાપમાનનો પારો 43.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. અમદાવાદમાં 48 કલાકમાં 4 ડિગ્રી તાપમાન વધ્યુ હતું. તો મંગળવારે રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. તો 43.5 ડિગ્રી સાથે ભૂજ સૌથી ગરમ શહેર રહ્યું હતું.

સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં હાલ ગરમીથી રાહતના કોઈ અણસાર નથી. ભાવનગર, દીવ, પોરબંદર અને સુરતમાં પણ હીટવેવની આગાહી છે. તો દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત વડોદરા અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

મંગળવારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટના વિંછીયામાં ભારે પવન અને કરા સાથેનો વરસાદ પડ્યો હતો. વીંછીયા, થોરિયાળી, પીપરડી સનાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ ત્રાટક્યો હતો. તો સાંજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના સમયે આકાશમાં અચાનક વાદળો ઘેરાયા હતા. જેથી અમરેલી શહેર સહીત કેટલાક વિસ્તારમા કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. જોકે વરસાદ છતાં અમરેલી જિલ્લામાં ગરમીથી કોઈ રાહત નથી.

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ઈડરના કડિયાદરા ભુતિયા, ભજપુરા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. તો અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં કાળઝાળ ગરમીમાં માવઠું પડ્યુ હતું. ટીંટોઇ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી.

શું કરી અંબાલાલ પટેલે આગાહી?

અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસવાની શક્યતા છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે.

આ પણ વાંચો: IPL 2024 DC vs RR: કુલદીપના કાંડાની કરામતથી રાજસ્થાનની પ્લે-ઓફની એન્ટ્રી વિલંબમાં

આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી દરિયાના પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…