આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી, ગરમીને લઈને હવામાને કહ્યું કે…

ગાંધીનગર: ઉનાળાને લઈને રાજ્યભરમાં ગરમી ધીમે ધીમે વાતાવરણ પર તેની પકડ મજબૂત કરી રહી છે ત્યાં આગામી ચોમાસાની સિઝનને લઈને એક મહત્વની આગાહી બહાર આવી છે. આગામી એપ્રિલ મહિનાથી જ ગુજરાતમાં કાળઝાળ ગરમી પાડવાની છે ત્યારે રાજ્યના જાણીતા હવામાનશાસ્ત્રી અને પોતાની આગાહીઓને લઈને ખુબજ જાણીતા એવા અંબાલાલ પટેલે (Ambalal Patel) ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે.
આ પણ વાંચો: Holi પછીના બે દિવસ વધુ ગરમીમાં શેકાવવા તૈયાર રહેજો, હવામાન ખાતાએ કરી આગાહી…
આ વર્ષે ચોમાસાની આગાહી કરતાં અંબાલાલ પઅટેલે કહ્યું છે કે ચોમાસુ આ વર્ષે ઘણું જ સારું અને યોગ્ય દિશામાં પસાર થવાનું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે પશ્ચિમ દિશા તરફ પવન હોવાને કારણે સારા વરસાદની આશા વ્યક્ત કરી છે. આ વર્ષે જૂન મહીનામાં આંધી અને વંટોળ સાથે વરસાદ પાડવાની આગાહી કરી હતી. આ વખતે શરૂ થતું ચોમાસુ જૂનથી શરૂ થઈને ઓક્ટોબર સુધી ચાલવાની આગાહી કરી છે. ગરમીની આગાહી કરતાં અંબાલાલ પટેલ કહે છે કે મે મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે.
હવામાન વિભાગે પણ જણાવ્યુ છે છે કે આગામી પાંચ દિવસોમાં ભારે તાપ પાડવાનો છે. લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. વિભાગે કચ્છ -સૌરાષ્ટ્રમાં હિત વેવની આગાહી કરી છે. અમદાવાદમા ગરમીનો પારો 40 ઉપર જવાની શક્યતા છે જ્યારે પોરબંદર, કચ્છ અને ગીર સોમનાથને યલ્લો એલર્ટ અપાયું છે.
આ પણ વાંચો: ગરમીની શરૂઆત સાથે જ માથું ઊંચકતા રોગો
હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચના અંત સુધીમાં સૌરાષ્ટ્રમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પવનની દિશા ઉત્તર પૂર્વ છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદમાં તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયામાં 38 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.