Vav Election: ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી માટે મતદાન શરુ, રસાકસીભરી ભર્યો ત્રિપાંખીયો જંગ
ગાંધીનગર: આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે, સાથે સાથે 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે, જેમાં ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠકનો (Vav by election) પણ સમાવેશ થાય છે. ગત વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પરથી કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે જીત મેળવીને હતી ત્યાર બાદ તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતાં, તેમણે વિધાનસભ્ય પદેથી રાજીનામા આપતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. આજ વાવના મતદારો નવા વિધાનસભ્ય ચૂંટશે.
Also read: Vav Assembly: વાવ હંમેશા મારો ગઢ છે એટલે આ વખતે ગુલાબસિંહને જીતાડશેઃ ગેનીબેન ઠાકોર…
ત્રિપાંખિયો જંગ: વાવ વિધાનસભામાં ત્રિપાંખિયો જંગ છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતર્યા છે. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર છે, જ્યારે ભાજપના પૂર્વ નેતા માવજી પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
21 ઉમેદવારો મેદાને: વાવા વિધાનસભા પેટા ચૂંટણી માટે 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ ઉમેદવારો ચુંટણી મેદાને છે, વાવમાં કુલ 3.10 લાખ મતદારો નોંધાયા છે.
વાવ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીના મતદાન માટે 321 વોટીંગ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 161296 પુરૂષ, 149478 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો નોંધાયા છે.
Also read: Vav Bypoll : ભાજપે વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા, ઉમેદવારી પત્ર ભર્યું
પેટાચૂંટણીના મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર BSF અને પેરામિલિટરીની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. મત ગણતરી 23મી નવેમ્બરના રોજ કરવામાં આવશે.