ગુજરાત એસટીમાં કંડક્ટરની દિવ્યાંગો માટે થશે મોટી ભરતી: જાણો અરજીની પ્રક્રિયા અને પરીક્ષાની વિગતો

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ અનામતની જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી છે. કુલ 571 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 01/10/2025 રાત્રે 11.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી ફિક્સ પગાર આધારિત છે, એટલે કે, પાંચ વર્ષ માટે રૂપિયા 26,000 રૂપિયા પગાર આપવામાં આવશે. ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતી પાડવામાં આવી છે.
આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે છે?
આ ભરતી માટે લાયકાતની વાત કરવામાં આવે તો, આ ભરતીમાં આવેદન કરવા માટે 12 પાસ હોવું અનિવાર્ય છે. આ સાથે 18થી 33 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે જે તારીખ 01/10/1992થી 01/10/2007 વચ્ચે જન્મેલા લોક આ ભરતી માટે અરજી કરી શકે છે.
જો કે, અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએથી મળતી કંડકટર લાયસન્સ તથા બેઝ હોવું જરૂરી છે, તેની સાથે વેલીડ ફર્સ એઇટ સર્ટિફિકેટ પણ હોવું અનિવાર્ય છે. આ ભરતીમાં કુલ 100 માર્ક્સની ઓએમઆર પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામં આવશે.
આપણ વાંચો: ગુજરાતમાં 209 તાલુકામાં વરસાદ, કપરાડામાં 7 ઇંચથી વધુ! 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ખોટા જવાબમાં 0.25 ગુણ માઈનસ કરવામાં આવશે
પરીક્ષાની વધારે વિગતે વાત કરવામાં આવે તો, સીલેબસ પ્રમાણે 100 ગુણના પ્રશ્નોની O.M.R. પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે અને તેનો સમય 1 કલાકનો રહેશે.
આ કસોટીમાં પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવાના રહેશે નહી. ખોટા, છેકછાકવાળા, એકથી વધુ વિકલ્પ દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબનાં ગુણનું મુલ્યાંકન માઈનસ પદ્ધતિથી કરવામાં આવશે.
પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, છેકછાક, એક કરતા વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબદીઠ 0.25 ગુણ માઈનસ કાપવામાં આવશે. જો ઉમેદવાર જવાબ આપવા માંગતા ન હોય તો E વિકલ્પમાં ડાર્ક કરશે તો તેમાં ગુણ માઈનસ કરવામાં આવશે નહીં.
આપણ વાંચો: ગુજરાતમાં ST બસ સેવાઓનો વ્યાપ વધ્યો: CM ભૂપેન્દ્ર પટેલે 151 નવી સુપર એક્સપ્રેસ બસોનો પ્રારંભ કરાવ્યો
O.M.R. પદ્ધતિથી પરીક્ષા લેવાશે આ રહ્યું ગુણપત્રક
ક્રમ | વિષય | ગુણ |
1 | સામાન્ય જ્ઞાન/ ગુજરાતનો ઇતિહાસ/ ભૂગોળ/ વર્તમાન બનાવો (ધો. 12 કક્ષાનું) | 20 |
2 | રોડ સેફ્ટી | 10 |
3 | ગુજરાતી વ્યાકરણ (ધો. 12 કક્ષાનું) | 10 |
4 | અંગ્રેજી વ્યાકરણ (ધો. 12 કક્ષાનું) | 10 |
5 | કમ્પ્યુટરનાં ઑપરેટિંગ અને ટેસ્ટ એક રિઝલ્ટ (ધો. 12 કક્ષાનું) | 10 |
6 | નિતિમૂલ્ય તથા નીતિશિષ્ટ / ટીકાટિપ્પણી લખવા બાબતે ગૌણિક પ્રશ્નો | 10 |
7 | મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો/ પ્રાથમિક સારવારના પ્રશ્નો / કંડક્ટરની ફરજો અંગેના પ્રશ્નો | 10 |
8 | કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો | 20 |