ગુજરાતમાં સિઝનનો સરેરાશ 87.28 ટકા વરસાદ નોંધાયો, આ જિલ્લામાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ...
આપણું ગુજરાત

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 87.28 ટકા વરસાદ નોંધાયો, આ જિલ્લામાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ…

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ભારે રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં સિઝનનો સરેરાશ 87.28 ટકા વરસાદ નોંધાયો છે. ગત ત્રણ વર્ષની સરખામણીમાં આ વર્ષે સરેરાશ ઓછો વરસાદ નોંધાયો છે.

આંકડાની વાત કરવામાં આવે તો, કચ્છમાં સરેરાશ 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 91.82 ટકા, સૌરાષ્ટ્રમાં સરેરાશ 83.98 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 90.76 ટકા વરસાદ છે. વરસાદી આંકડા પ્રમાણે આ સિઝનમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં સરેરાશ 13.74 મિમિ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં આ ચાર જિલ્લાઓમાં વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં 6.34 ઇંચ, પંચમહાલના શેહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ અને ખેડાના નડિયાદમાં 2.99 વરસાદ નોંધાયો છે. જળાશયોની વાત કરવામાં આવે તો, 75 જળાશયો છલોછલ ભરાયા છે.

જ્યારે 70 જળાશયો 70 ટકાથી 100 ટકા ભરાયા છે. 26 જળાશળોમાં 50 ટકાથી 70 ટકા અને 35 જળાશળોમાં 50 ટકાથી ઓછું પાણી ભરાયું છે. અત્યારે 102 જળાશળ હાઈએલર્ટ પર, 30 એલર્ટ પર અને 13 જળાશળો વોર્નીગ પર છે.

આ જિલ્લાઓમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું

આ સિઝનમાં થયેલા વરસાદના કારણે તારીખ અત્યાર સુધીમાં 5311નું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 1008 લોકોનું રેક્સ્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે ભાવનગર, સુરત, જૂનાગઢ, પંચમહાલ અને નવસારી સહિતાના જિલ્લાઓ સૌથી વધારે પ્રભાવિત થયાં હતાં.

તારીખ 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામં આવી છે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સાથે સાથે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, અને દીવમાં મધ્યમથી ભારે વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…ગુજરાતમાં સિઝનનો 85 ટકા વરસાદ: ભાવનગર, સુરત વધુ પ્રભાવિત, 101 ડેમ હાઈએલર્ટ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button