
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વીજળી ચમકવાની, તોફાની પવન ફૂંકાવાની તથા અચાનક વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા હોવાને લીધે તંત્રએ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.
આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી
આગાહીની વાત કરવામાં આવે તો, આજે નર્મદા, સુરત, પંચમહાલ, દાહોદ, વડોદરા, વલસાડ, અમરેલી, છોટા ઉદેપુર, ભરૂચ, ગાંધીનગર, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, રાજકોટ, તાપી, નવસારી, ડાંગ અને ભાવનગર સહિત 26 જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા લોકો માટે સલામતીના પગલાં રૂપે ઘરેથી બહાર નીકળતી વખતે સાવચેત રાખવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને NDRF ટીમોએ પણ સ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરિયાત પડ્યે તાત્કાલિક રાહત કામગીરી માટે તૈયારી રાખી છે. લોકો માટે સતર્કતા જ સલામતી છે એ હેતુથી સોશિયલ મીડિયા, ટીવી અને રેડિયો દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે.
27 જુલાઈની આગાહી કેવી રહેશે?
હવામાન વિભાગે 27 જુલાઈના રોજ 26 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, રાજકોટ, ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત, મહેસાણા, અમદાવાદ, તાપી, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.