આજે ગુજરાતમાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના...

આજે ગુજરાતમાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના…

અમદાવાદઃ આજે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 31 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલા ડિસ્ટ્રિક્ટ ફોરકાસ્ટ અનુસાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા તરીકે દર્શાવવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના આંકડા પ્રમાણે ખેડા, આણંદ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર, પોરબંદર, અમદાવાદ, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, મહીસાગર, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, ભાવનગર, મોરબી સહિતના તમામ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ દરજ્જાના વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ સાથે કેટલીક જગ્યાઓ પર વીજળીની ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ વરસાદ ખેતીકામ માટે અનુકૂળ સાબિત થશે
હળવા વરસાદ સાથે સાથે પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહેવાની છે. આ વરસાદી સ્થિતિ ખેતીકામ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે, ખાસ કરીને ખેતીલાયક વિસ્તારોમાં જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે જેથી પાકને ફાયદો થવાનો છે. રાજ્યામાં કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદી માહોલ રહેવાનો છે.

માછીમારોને દરિયો ખેડવા ના જવાની સૂચના
આગાહી પ્રમાણે હળવોથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે પરંતુ કોઈ જિલ્લામાં ખાસ કોઈ ચેતવણી નથી જાહેર કરવામાં આવી નથી. એટલે કે આ વરસાદ કોઈ પણ પ્રકારના કારણે વધારે કોઈ નુકસાન થવાનું નથી. એટલું જ નહીં પરંતુ વરસાદની આગાહી હોવાથી દરિયાકાંઠે આવેલા માછીમારોને દરિયો ખેડવા ના જવાની સૂચના આપી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button