આપણું ગુજરાત

રાજ્ય સરકારના 322 કર્મચારીઓની જિલ્લાફેર બદલીની અરજીઓ મંજૂર, કોને ક્યાં મૂકાયા જાણો…

ગુજરાતઃ ગુજરાત સરકારના 322 કર્મચારીઓની જિલ્લાફેર બદલીની અરજીઓ મંજૂર કરી દેવામાં આવી હતી. પંચાયત સેવાના સીધી ભરતીના બિનરાજ્યપત્રિત કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી ઓનલાઈન કરવા અંગેનો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

પરિપત્ર પ્રમાણે પંચાયત સેવાના સીધી ભરતીના બિનરાજ્યપત્રિત કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ સ્વવિનંતીથી આંતર જિલ્લા બદલીની ઓનલાઈન અરજી કરી હતી. જે સબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ મારફત અત્રે મળેલ છે. જે અન્વયે પંચાયત સેવના બિન રાજ્યપત્રિત કર્મચારીઓની ઓનલાઇન આંતર જિલ્લા ફેર બદલી કરવાની બાબત સરકારે સ્વીકારી લીધી છે.

કુલ 322 કર્મચારીઓની જિલ્લાફેર બદલી કરવામાં આવી

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા પંચાયત સેવાના સીધી ભરતીના બિનરાજ્યપત્રિત કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી ઓનલાઈન અરજીઓ અન્વયે કાળજીપુર્વક વિચારણાને કરવામાં આવી હતી. ગુજરાત પંચાયત સેવા નિયમો-1995 ના નિયમ-3 ના પેટા નિયમ (1) ના ખંડ (ખ) હેઠળ કોષ્ટકના કોલમ-(4) મુજબની જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતાં કોલમ-(2) મુજબના કર્મચારીઓની જિલ્લામાં જે-તે સંવર્ગમાં જિલ્લા ફેર બદલી કરી કરવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button