Gujaratના નવસારી અને ગણદેવીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાત(Gujarat) આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 41 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. નવસારી, તાપી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવીમાં અને તાપી જિલ્લાના વ્યારામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લામાં વ્યારામાં 2.5 ઇંચ વરસાદ
નવસારી જિલ્લામાં ગણદેવીમાં 2.7 ઇંચ, નવસારીમાં બે ઇંચ, જલાલપોરમાં 1.3 ઇંચ, ચીખલીમાં 1.1 ઇંચ, વાંસદામાં છ મિ.મી. અને ખેરગામમાં બે મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે તાપી જિલ્લામાં વ્યારામાં 2.5 ઇંચ, સોનગઢમાં 1.8 ઇંચ, વાલોડમાં 1.7 ઇંચ, ડોલવણમાં એક ઇંચ જ્યારે ઉચ્છલમાં 14 મિ.મી. અને નિઝરમાં એક મિ.મી. વરસાદ વરસ્યો છે.
સુરત જિલ્લામાં વરસાદ
સુરત જિલ્લામાં મહુવામાં 1.8 ઇંચ, બારડોલીમાં 1.3 ઇંચ જ્યારે પલસાણામાં 19 મિ.મી., ચોર્યાસીમાં પાંચ મિ.મી., માંડવી અને કામરેજમાં બે-બે મિ.મી. વરસાદ પડ્યો છે.
ડાંગ અને આહવામાં પણ વરસાદ
ડાંગના સુબિરમાં એક ઇંચ, વઘઇમાં 13 મિ.મી., આહવામાં આઠ મિ.મી., મહેસાણાના કડીમાં આઠ મિ.મી. વલસાડના ઉમરગામમાં આઠ મિલીમીટર વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢના કેશોદ, માણાવદર અને મેંદરડામાં, ગીર સોમનાથના તાલાલા અને સુત્રાપાડા માં, દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને ખંભાળિયામાં અને અમરેલીના કુંકાવાવ અને લિલિયામાં એક મિ.મી.થી સાત મિ.મી. વચ્ચે વરસાદ નોંધાયો છે.