ઉત્તર ભારતના રાજ્યના માફક ગુજરાત જળબંબાકાર બનશે, એકસાથે 4 સિસ્ટમ એક્ટિવ, તંત્ર બન્યું સજ્જ! | મુંબઈ સમાચાર
Top Newsઆપણું ગુજરાત

ઉત્તર ભારતના રાજ્યના માફક ગુજરાત જળબંબાકાર બનશે, એકસાથે 4 સિસ્ટમ એક્ટિવ, તંત્ર બન્યું સજ્જ!

ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદના આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે રાજ્યમાં હાલ લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન સિસ્ટમ સક્રિય છે. જેના કારણે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર કર્યું છે. સુરત, વડોદરા, સાબરકાંઠા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારો વરસાદનું જોર જોવા મળ્યું છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામાં આપવામાં આવ્યું રેડ અને યલો એલર્ટ

આગાહીની વાત કરવામાં આવે તો, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, અરવલ્લી સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે તાકીદની કરી બેઠક

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુદ્દે રાજ્ય સરકાર પણ સતર્ક હોવાનું જાણવા મળ્યું છે. પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વરસાદ અંગે નિવેદન આપતા તેમણે કહ્યું કે, ‘અમે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને વધુ ગંભીર છીએ આ માટે રાજ્ય સરકારે સમીક્ષા બેઠક પણ કરી છે. વરસાદના કારણે ઉદ્ભવેલ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરી દેવામાં આવ્યાં છે’. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. યાત્રાધામ અંબાજીમાં પણ અત્યારે વરસાદ શરૂ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ગુજરાતની હાલત ઉત્તર ભારતના રાજ્યો જેવી થશે?

ઉત્તર ભારતમાં વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે ઉત્તર ભારતમાં જેવી રીતે તારાજી સર્જાઈ છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્તાઓ વર્તાઈ રહી છે. કારણે કે, ગુજરાતમાં અત્યારે એક સાથે 4 સિસ્ટમ એક્ટિવ થઈ છે. આગામી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે રહેશે તેવી હવામાન વિભાગની આગાહી પરથી લાગી રહ્યું છે. ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદએ તબાહી સર્જી છે એવી જ કુદરતી આફતના ગુજરાતમાં આવી રહી છે. જેથી સરકારે પણ લોકોને સર્તક રહેવા માટે અપીલ કરી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button