ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી…

અમદાવાદઃ ગુજરાતમાં 16મી જૂનથી સતત અનેક વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પણ ખોરવાયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના અનેક સ્થળોએ NDRF અને SDRFની 32 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે NDRF અને SDRFની ટીમે મોકલી દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ પર હોવાનું પણ જાણવા મળ્યું છે
આજે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું
હવામાન વિભાગ દ્વારા આજે 2 જુલાઈના રોજ વલસાડ, દમણ તથા દાદરા અને નગર-હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે સાથે છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, બનાસકાંઠા, મહેસાણા, તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

અમદાવાદ સાથે ગાંધીનગરમાં આજે વરસાદી વાદળ જોવા મળ્યા
ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સાથે ગાંધીનગરમાં પણ આજે વરસાદી વાદળ જોવા મળ્યાં છે. જેથી અનેક પ્રેદશોમાં ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદની શક્યતા હોવાના કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.